રીપોર્ટ@મુંબઇ: અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણને મોટો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું.
 
રીપોર્ટ@મુંબઇ: અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણને મોટો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને આપી દીધો છે. થોડીવારમાં મુંબઈ પોલીસ કહેશે કે 40 વર્ષીય સિદ્ધાર્થના મોતનું અસલી કારણ શું હતું. સૂત્રોના મતે, રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર પર કોઈપણ જાતની એક્સટર્નલ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. 3 પોસ્ટમોર્ટમ એક્સપર્ટ ડૉક્ટર્સે સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ તેના મૃત્યુના ચોક્કસ કારણ અંગે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નથી. સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી. અહેવાલો અનુસાર મૃત્યુનું કારણ હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી બાદ જ બહાર આવશે. જો કે શરીર પર કોઈ બાહ્ય કે આંતરિક ઘા નથી. સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે તેમનો મૃતદેહ તેના પરિવારને આપવાનો છે. હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હવે બહાર આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. અહેવાલોમાં જણાવ્યું છે કે હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેમિકલ એનાલિસિસ બાદ જ અભિનેતાના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ એનાલિસિસથી સ્પષ્ટ થશે કે સિદ્ધાર્થના શરીરમાં ઝેર હતું કે નહીં. આ સાથે એ ઓઅન ખ્યાલ આવશે કે તેને અન્ય કોઈ રોગ હતો કે નહીં. તમને જણાવી દઈએ કે ગુરુવારે સિદ્ધાર્થ શુક્લાને તેમના ફેમિલી ડોક્ટરની સલાહ પર મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સિદ્ધાર્થના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે થયું હતું, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ બાબતે ગુરૂવારે સિદ્ધાર્થની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘સિદ્ધાર્થ રાત સુધી સંપૂર્ણપણે ઠીક હતો. રાત્રિભોજન બાદ તે સૂઈ ગયો પરંતુ સવારે તે જાગ્યો નહીં. આ સાથે તેના પરિવારના જણાવ્યા અનુસાર અભિનેતા કોઈ પ્રકારના માનસિક દબાણમાં પણ ન હતો.