પાલિકા@મહેસાણા: રોડ અને ફૂટપાથની વચ્ચે ડિવાઇડર બનાવવા આવેદનપત્ર

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને રોડ અને ફૂટપાથની વચ્ચે ડિવાઇડર બનાવવા ચંદ્રકોલોનીના રહીશ ઘ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, પાલિકા વિસ્તારમાં માલગોડાઉન પાસે આવેલ ચંદ્રકોલોની-મધુરમ તેજસ્વી નગર,સૂર્યનગર, શ્રધ્ધાદિપ સોસાયટીઓ આવેલ છે. માલગોડાઉન રોડપર આવેલ ઉન્નતિ શોપીંગ સેન્ટર તથા અન્ય શોપીંગ સેન્ટરમાં પાર્કીંગની કોઇ સગવડ ન હોવાથી શોપીંગના વેપારી ભાઇઓ
 
પાલિકા@મહેસાણા: રોડ અને ફૂટપાથની વચ્ચે ડિવાઇડર બનાવવા આવેદનપત્ર

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને રોડ અને ફૂટપાથની વચ્ચે ડિવાઇડર બનાવવા ચંદ્રકોલોનીના રહીશ ઘ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, પાલિકા વિસ્તારમાં માલગોડાઉન પાસે આવેલ ચંદ્રકોલોની-મધુરમ તેજસ્વી નગર,સૂર્યનગર, શ્રધ્ધાદિપ સોસાયટીઓ આવેલ છે.

પાલિકા@મહેસાણા: રોડ અને ફૂટપાથની વચ્ચે ડિવાઇડર બનાવવા આવેદનપત્ર

માલગોડાઉન રોડપર આવેલ ઉન્નતિ શોપીંગ સેન્ટર તથા અન્ય શોપીંગ સેન્ટરમાં પાર્કીંગની કોઇ સગવડ ન હોવાથી શોપીંગના વેપારી ભાઇઓ તથા માલ ખરીદવા આવતા ગ્રાહક ભાઇઓ દ્રારા માલ ગોડાઉન રોડથી ચંદ્રકોલોની તથા અન્ય સોસાયટીઓ તરફ જવાના રસ્તાપર બેફામરીતે નાના મોટા વાહનો પાર્કીંગ કરી આ વિસ્તરની પ્રજાને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યુ છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, માલ ગોડાઉન રોડથી ચંદ્રકોલોની તથા અન્ય સોસાયટીઓ તરફ જતા રોડને બંન્ને સાઇડમાં ફુટપાથ બનાવે છે. તે રોડ અને ફુટપાથની વચ્ચે ડિવાઇડર બનનાવી આપવામાં આવે તો ફુટપાથ પર કોઇપણ જાતનું પાર્કીંગ નથી અને ટ્રાફિકની સમસ્યા ન રહે. આ વિસ્તારની પ્રજાને ફુટપાથ ઉપર ચાલવામાં સગવડતા રહે.