પાલિકા@મહેસાણા: રજૂઆતના ત્રણ વર્ષ બાદ દબાણકારોને નોટીસ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણાના માલગોડાઉન રોડ પરના કોમ્પલેક્ષનું છેલ્લા કેટલાક વર્ષથી દબાણ હોવાની રજૂઆત થઇ હતી. જે મામલે સમાચાર અહેવાલને પગલે મહેસાણા પાલિકા સરેરાશ ત્રણ વર્ષના અંતે ફરી એકવાર જાગૃત થઇ હોવાનું સામે આવ્યુ છે. દબાણકારને નોટીસ આપી ખુલાસો માંગતા અરજદારે વચગાળાનો હાશકારો અનુભવ્યો છે. મહેસાણા શહેરની માલગોડાઉન રોડ પરની સોસાયટીમાં રહેતા દિલીપસિંહ જાડેજાએ દબાણને લઇ
 
પાલિકા@મહેસાણા: રજૂઆતના ત્રણ વર્ષ બાદ દબાણકારોને નોટીસ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના માલગોડાઉન રોડ પરના કોમ્પલેક્ષનું છેલ્લા કેટલાક વર્ષથી દબાણ હોવાની રજૂઆત થઇ હતી. જે મામલે સમાચાર અહેવાલને પગલે મહેસાણા પાલિકા સરેરાશ ત્રણ વર્ષના અંતે ફરી એકવાર જાગૃત થઇ હોવાનું સામે આવ્યુ છે. દબાણકારને નોટીસ આપી ખુલાસો માંગતા અરજદારે વચગાળાનો હાશકારો અનુભવ્યો છે.

મહેસાણા શહેરની માલગોડાઉન રોડ પરની સોસાયટીમાં રહેતા દિલીપસિંહ જાડેજાએ દબાણને લઇ પાલિકાને રજૂઆત કરી હતી. અરજદારે માલગોડાઉન રોડ પરના ઉન્નતિ શોપિંગ સેન્ટર ઘ્વારા દબાણ હોવાની રજૂઆત વર્ષ ર૦૧૬માં પાલિકાને કરી હતી. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી દબાણને લઇ પાલિકાએ કોઇ નકકર પગલા લીધા ન હોવાથી નારાજગી ઉભી થઇ હતી. સમગ્ર મામલે વારંવારના સમાચાર અહેવાલને લઇ ગંભીરતા પારખી પાલિકા હરકતમાં આવી છે. મહેસાણા પાલિકાએ શોપિંગ સેન્ટરને નોટીસ ફટકારતા અરજદારને ત્રણ વર્ષે વચગાળાની રાહત મળી છે.