મ્યુનિ. સ્કૂલબોર્ડનું રૂ. 668 કરોડનું અંદાજપત્ર, 12 નવી શાળાઓ શરૂ કરાશે

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની આજે મળેલી અંદાજપત્ર બેઠકમાં સ્કૂલબોર્ડના શાસનધિકારી ડૉ. લગધીરભાઈ દેસાઈએ સને 2019-2020નું રૂ. 668 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં 5 અંગ્રેજી માધ્યમની, 1 ઉર્દૂ માધ્યમ અને 6 ગુજરાતી માધ્યમની મળી કુલ 12 નવી મ્યુનિ. શાળાઓ શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પરિણામે હાલની 381 મ્યુનિ. શાળાઓની સંખ્યા
 
મ્યુનિ. સ્કૂલબોર્ડનું રૂ. 668 કરોડનું અંદાજપત્ર, 12 નવી શાળાઓ શરૂ કરાશે

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની આજે મળેલી અંદાજપત્ર બેઠકમાં સ્કૂલબોર્ડના શાસનધિકારી ડૉ. લગધીરભાઈ દેસાઈએ સને 2019-2020નું રૂ. 668 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં 5 અંગ્રેજી માધ્યમની, 1 ઉર્દૂ માધ્યમ અને 6 ગુજરાતી માધ્યમની મળી કુલ 12 નવી મ્યુનિ. શાળાઓ શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

પરિણામે હાલની 381 મ્યુનિ. શાળાઓની સંખ્યા વધીને 393 જેટલી થશે. આ સાથે જ મ્યુનિ.ના 7એ 7 ઝોનમાંની હયાત મ્યુનિ.શાળાઓમાં 50 જેટલી ગૂગલ ક્લાસરૂમ-સ્માર્ટ ક્લાસ રૂમ પણ તૈયાર કરવામાં આવશે.

બેઠકને અંતે શાસનધિકારી ડૉ. દેસાઈએ પત્રકારોને માહિતી આપતા એમ જણાવ્યું કે, અંદાજપત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને શાળાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 54 કરોડ 12 લાખની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

એટલું જ નહીં તમામ મ્યુનિ. શાળાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે, ફાયર સેફ્ટી ઉપકરણોનું અપડેશન કરવામાં આવશે, સ્માર્ટ ર્લિંનગ કાર્યક્રમ અને સ્માર્ટ સ્કૂલ વીડિયો ક્લાસ સેટઅપ વીડિયો ઓન ડિમાન્ડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

અપર પ્રાઈમરી વર્ગો માટે એન.જી.ઓના સહયોગથી વિનામૂલ્યે 2,400 પેનટ્રાઇવનું વિતરણ કરવામાં આવશે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અને શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તૈયાર કરવામાં આવશે. શિક્ષકો માટે ઓનલાઈવ લીવ અપ્લિકેશન વિકસાવીને તેનો અમલ કરાશે. ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને તબક્કાવાર સરદાર સાહેબના જીવનકવનની જાણકારી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લઇ જશે.