આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

થરા પાલિકા વિસ્તારમાં આવેલો જર્જરીત પાણીનો ટાંકો ભય ઉભો કરતો હોવાના સવાલો સામે આવ્યા છે. વર્ષો જુના પાણીના ટાંકાનો કેટલોક ભાગ અગાઉ તુટીને ભોંય ભેગો થયો હોવાથી બાકીનો ભાગ સંભવિત્ જોખમ બતાવી રહયો છે. નજીકના રહીશો ટાંકા નજીકથી પસાર થવામાં કાળજી લેતા હોઇ મામલો પાલિકા સુધી પહોચ્યો છે. આથી નવિન ટાંકો ઉભો કરવા તૈયારીઓ શરૂ થઇ છે.

બનાસકાંઠા જીલ્લાની થરા નગરપાલિકાના બુકોલીયા વાસમાં આવેલો પાણીનો ટાંકો સ્થાનિકોને ભયજનક લાગી રહયો છે. ટાંકાની હાલત જર્જરીત હોઇ પાલિકાએ નવિન ટાંકો ઉભો કરવા કવાયત હાથ ધરી છે. જોકે, હાલનો ટાંકો આગામી ત્રણ મહિના બાદ પાડવાનો હોવાથી રહીશોને મુંઝવણ બની છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બુકોલીયા વાસમાં અનુપમ પાથમિક શાળા પણ આવેલી છે. જોકે, ટાંકા નજીકથી બાળકો પસાર થતા નથી, તેવો દાવો ચીફ ઓફીસરે કર્યો છે.

સમગ્ર મામલે થરા પાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યુ હતુ કે, આગામી ટુંક સમયમાં નવિન ટાંકો તૈયાર થયા બાદ જર્જરીત ટાંકો ઉતારી લેવામાં આવશે. જોકે, કોઇ દુર્ઘટના ન બને તે માટે જર્જરીત ટાંકાને કોર્ડન કરી લેવામાં આવશે. જેનાથી સંભવિત્ ભય કે જોખમથી સ્થાનિકોને રાહત મળશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code