પાલિકા@ડીસા: શહેરના જાહેર શૌચાલયોને લાગ્યા ખંભાતી તાળા

અટલ સમાચાર,ડીસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છતા અભિયાનના બનાસકાંઠાના ધજાગરા ઉડતા હોવાનું ચિત્ર બન્યુ છે. ડીસા નગરપાલિકા ઘ્વારા સંચાલિત જુના બસ સ્ટેન્ડ નજીકના શૌચાલયને તાળા હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. ડીસા જુના બસ સ્ટેન્ડ એટલે ડીસા શહેરનો ભરચક વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારે લોકોના હીત માટે અને વિસ્તારમાં સ્વચ્છતા
 
પાલિકા@ડીસા: શહેરના જાહેર શૌચાલયોને લાગ્યા ખંભાતી તાળા

અટલ સમાચાર,ડીસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છતા અભિયાનના બનાસકાંઠાના ધજાગરા ઉડતા હોવાનું ચિત્ર બન્યુ છે. ડીસા નગરપાલિકા ઘ્વારા સંચાલિત જુના બસ સ્ટેન્ડ નજીકના શૌચાલયને તાળા હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

ડીસા જુના બસ સ્ટેન્ડ એટલે ડીસા શહેરનો ભરચક વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારે લોકોના હીત માટે અને વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જુના બસ સ્ટેન્ડ વિસ્તારની બાજુમાં નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવામાં આવ્યુ હતુ. પરંતુ પાલિકાને બેદરકારી કે અન્ય કારણોસર આ શૌચાલયને મોટાભાગે ખંભાતી તાળા જોવા મળતા હોવાથી મુસાફરો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે.

જયારે બીજી તરફ જૂન બસ સ્ટેન્ડથી આગળા સંતોષી માતાના મંદિરની બાજુમાં નગરપાલિકા તરફથી જાહેર શૌચાલય બનાવામાં આવ્યુ છે. તે શૌચાલયમાં પણ તાળા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. લોકો દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શૌચાલય બનવાની લોકોને હાલાકી ઓછી થઈ હતી. પરંતુ ડીસા નગરપાલિકા તરફથી ટુંક સમયમાં સાફસફાઈનો અભાવ આગળ ઘરીને આ શૌચાલયને તાળાં મારી દેવામાં આવ્યા છે.

પાલિકા@ડીસા: શહેરના જાહેર શૌચાલયોને લાગ્યા ખંભાતી તાળા

ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટર દ્વારા ડીસા શહેરમાં ખુલ્લેઆમ સ્વચ્છતા અભિયાનના ઘજીયા ઉડાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ડીસાનો ફુવારા થી ગાયત્રી મંદીર જતાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારને ભરચક ગણવામાં આવે છે. ત્યારે ભરચક વિસ્તારમાં શૌચાલયને તાળાં લાગવાથી લોકોને તથા મહીલાઓને જાહેરમાં શૌચ કરવા મજબૂર થવું પડી રહ્યુ હોવાનું મુસાફરો તથા સ્થાનિકો જણાવી રહયા છે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવેલ શૌચાલયમાં કામ કરતાં સફાઈકામદાર પાસેથી કોન્ટ્રાક્ટર દ્વારા દૈનિક 100 રૂપિયા માગતો હોવાનું સફાઈકામદારો દ્વારા આક્ષેપો પણ લગાવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોની ગંદકી સાફસફાઈ કરતાં સફાઈકામદાર પાસેથી કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાની માગણી કરવી જે નગરપાલિકા માટે શરમજનક બાબત કહેવાય. જેના લીધે આ શૌચાલયમાં સફાઈકામદારો કામ કરવાનું ઈનકાર કરી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા અભિયાનના ઘજાગરા ઉડાવતાં નગરપાલિકાના સતાઘિશો તથા કોન્ટ્રાક્ટર સામે રાજય સરકાર તથા જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.