પાલિકા@ખેડબ્રહ્મા: જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી, દોડધામ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇ ચીફ ઓફિસરને રજુઆત કરી છે. જો માગણીઓ ન સંતોષાય તો 1 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેનાથી પાલિકાના વહીવટી અને રાજકીય આલમમાં દોડધામ મચી ગઇ છે. સફાઈ કામદારોએ શુક્રવારે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. જેમાં દર વર્ષે તહેવારમાં પેશગી,
 
પાલિકા@ખેડબ્રહ્મા: જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી, દોડધામ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇ ચીફ ઓફિસરને રજુઆત કરી છે. જો માગણીઓ ન સંતોષાય તો 1 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેનાથી પાલિકાના વહીવટી અને રાજકીય આલમમાં દોડધામ મચી ગઇ છે.

સફાઈ કામદારોએ શુક્રવારે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. જેમાં દર વર્ષે તહેવારમાં પેશગી, સીઝનમાં અનાજ પેશગી કર્મચારીના પગારમાંથી દર માસે કાપવામાં આવે છે. જે સંદર્ભે સફાઈ કર્મચારી વિનોદ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ઇડર અને હિંમતનગરમાં બે માસ અગાઉ પેશગી આપી દેવામાં આવી છે. જ્યારે ખેડબ્રહ્મા પાલિકામાં બે માસ આગાઉ અરજી કરી છતાં પેશગી આપવામાં આવી નથી.

સફાઈ કર્મચારીઓના જણાવ્યા અનુસાર મહેસુલ ક્લાર્ક બિલ તૈયાર કરી દીધું હોવા છતાં ચીફ ઓફિસર અનાજ પેશગી બિલમાં સહી કરતા નથી. સફાઈ કર્મચારીને અનાજની સીઝનમાં પેશગી ન મળવાથી પાછળથી મોંઘભાવે અનાજ ખરીદવું પડે છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓનું ઇ.પી.એફ.કાપવામાં આવે છે પરંતુ તેમને રસીદ ન મળતી હોવાથી ખાતામાં જમા થાય છે કે નહીં તેની પણ ખબર નથી.

નગર પાલિકા ઘ્વારા દોઢ એક વર્ષ અગાઉ ચાર સફાઈ કર્મચારીઓની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. તેના આજદિન સુધી ઓર્ડર આપવામાં આવ્યા નથી. વારંવાર રજુઆત કરવા છતાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું ન હોઈ 1 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની તૈયારી રાખી છે.