પાલિકા@પાટણઃ સત્તા બાદ ભાજપ લઘુમતીમાં, કોંગી ઉપપ્રમુખ બિનહરીફ

અટલ સમાચાર, મહેસાણા પાટણ પાલિકામાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. કેટલાક મહિના અગાઉ કોંગ્રેસ પાસેથી બળવાખોરો મારફત ભાજપે પાલિકાની સત્તા કબજે કરી હતી. આ દરમિયાન ખુદ ભાજપે ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મારફત દૂર કરવાનું નક્કી કર્યું હતું. જેમાં કોંગ્રેસના લાલેશ ઠક્કર ઉપપ્રમુખ બિનહરીફ આવતા ભાજપ લઘુમતીમાં હોવાનું બહાર આવ્યું છે. પાટણ પાલિકામાં કોંગી
 
પાલિકા@પાટણઃ સત્તા બાદ ભાજપ લઘુમતીમાં, કોંગી ઉપપ્રમુખ બિનહરીફ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ પાલિકામાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. કેટલાક મહિના અગાઉ કોંગ્રેસ પાસેથી બળવાખોરો મારફત ભાજપે પાલિકાની સત્તા કબજે કરી હતી. આ દરમિયાન ખુદ ભાજપે ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મારફત દૂર કરવાનું નક્કી કર્યું હતું. જેમાં કોંગ્રેસના લાલેશ ઠક્કર ઉપપ્રમુખ બિનહરીફ આવતા ભાજપ લઘુમતીમાં હોવાનું બહાર આવ્યું છે.

પાલિકા@પાટણઃ સત્તા બાદ ભાજપ લઘુમતીમાં, કોંગી ઉપપ્રમુખ બિનહરીફ

પાટણ પાલિકામાં કોંગી બળવાખોરો, ભાજપ અને મૂળ કોંગ્રેસી નગરસેવકો વચ્ચે જબરજસ્ત રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. અગાઉ મૂળ કોંગ્રેસી નગરસેવકોએ સત્તા પલટો કરાવી પાટણ પાલિકા ભાજપ હસ્તક કરાવી હતી. જેમાં કેટલાક કોંગી બળવાખોરો મિશ્ર સત્તા વચ્ચે ગુંગળામણ અનુભવતા ખેંચતાણ તિવ્ર બની હતી. જેથી ભાજપે ઉપપ્રમુખને હટાવવા દાવ ખેલ્યો હતો.

પાલિકા@પાટણઃ સત્તા બાદ ભાજપ લઘુમતીમાં, કોંગી ઉપપ્રમુખ બિનહરીફ

અવિશ્વાસની દરખાસ્તને પગલે પાલિકા ઉપપ્રમુખે રાજીનામું આપતા શરૂઆતમાં ભાજપનો દાવ સફળ થયો હતો. જોકે, બુધવારે યોજાયેલી ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસ તરફથી લાલેશ ઠક્કર સામે ભાજપે કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જેથી કોંગ્રેસના નગરસેવક લાલેશ ઠક્કર ભાજપની સત્તા વચ્ચે બિનહરીફ બનતા ભાજપમાં રાજકીય હડકંપ મચી ગયો છે.

ફરી થઈ શકે સત્તાપલટો

પાટણ પાલિકામાં ભાજપની સત્તા વચ્ચે 4 થી વધુ કમિટીના ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અપાયેલી છે. જેની સુનાવણી આગામી દિવસોએ હોઈ વિપક્ષ કોંગ્રેસ મોટો દાવ ખેલવાની તૈયારીમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં પાલિકાના કામો કોંગ્રેસી સભ્યોની બહુમતીને પગલે નામંજૂર થતા પ્રમુખ સહિતના મુંઝવણમાં મુકાયા છે. ભાજપ લઘુમતીમાં હોવાની ખાતરી કરી કોંગ્રેસ સત્તા પલટો કરવાની વેતરણમાં છે.