આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી સાથે સત્તામાં ગાબડું પાડવાના સંકેતો સામે આવ્યા છે. ભાજપી નગરસેવકે ચીફ ઓફીસરને પત્ર લખી સામાન્ય સભામાં પ્રમુખ જયાં સુધી બહુમતી સાબિત ન કરે ત્યાં સુધી નાણાંકીય ખર્ચ નહી પાડવા જણાવ્યુ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોએ પાલિકાના જનરલ બોર્ડમાં વિવિધ કામો સાથે રાજકીય સંઘર્ષ વધવાના એંધાણ ઉભા થયા છે.

atalsamachar

ભાજપે લોકસભા પહેલા કોંગ્રેસ શાસિત પાટણ જીલ્લા પંચાયતમાં સત્તાપલટો કર્યો હતો. હવે જયારે કેન્દ્રમાં ફરી એકવાર ભાજપનું શાસન આવતા કોંગ્રેસ શાસિત પાલિકા અને પંચાયતોમાં ગાબડું પાડવા સ્થાનિક ભાજપી આગેવાનો મથી રહયા છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છતાં પ્રમુખ લઘુમતીમાં હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.

college danodarada

ભાજપી નગરસેવક અંકુર જોષીએ કોંગ્રેસી સત્તાધીશોને સામાન્ય સભામાં બહુમતી સાબિત કરવા પડકાર ફેંકયો હોય તેમ ચીફ ઓફીસરને નાણાંકીય ખર્ચ અંગે પત્ર લખ્યો છે. જેમાં જયાં સુધી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસની બહુમતી પુરવાર ન થાય ત્યાં સુધી નાણાંકીય બિલોનું ચુકવણું અટકાવી દેવા માંગ કરી છે. જેનાથી વગર ચુંટણીએ રાધનપુર પાલિકાનું રાજકારણ ગરમાયું છે.

તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ ?

રાધનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના જયારે કારોબારી ચેરમેન ભાજપના છે. આથી આગામી દિવસોએ મળનારી તાલુકા પંચાયતની સભા પહેલા અવિશ્વાસની દરખાસ્ત લાવી સત્તાપલટો કરવાની રાજકીય ચાલ રમાઇ શકે છે. આ સાથે સાંતલપુર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસની પાતળી બહુમતી વચ્ચે જો રાધનપુર વિધાનસભાની પેટાચુંટણી આવે તો ભાજપ સત્તા પલટો કરાવી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code