આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,થરા

સત્તાના નશામાં ચકચુર થઇ ભાજપી આગેવાને સરકારી વાહનનો ઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાની થરા નગરપાલિકાના ઉપપ્રમુખ વસંતભાઇ ગાંગોસે પોતાના અંગતકામ માટે નગરપાલિકાનું ટ્રેક્ટર ઉપયોગ કરતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપ શાસિત થરા નગરપાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં મદમસ્ત થઇ નિયમો સામે આપખુદ બની રહ્યા છે. નગરસેવકે પાલિકાના વાહનનો ઉપયોગ પોતાના અંગતકામ માટે કર્યો છે. પાલિકાના ઉપપ્રમુખ વસંતભાઇ ગાંગોસ પોતાના ખેતરમાં અંગત કામ માટે પાલિકાનું ટ્રેક્ટર લઇ ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો ઉતરતા ડ્રાઈવર ટ્રેક્ટર લઇ રફુચક્કર ગયો હતો. જે વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા મામલો પાલિકો સુધી પહોચ્યો છે.

સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફીસર સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ઉપપ્રમુખ વસંતભાઇ ગાંગોસ પોતાના ખેતરમાં અંગત કામ માટે પાલિકાનું ટ્રેક્ટર લઇ ગયા હોવાનું ધ્યાને આવતા ડ્રાઈવર અને નગરસેવકને બોલાવી જરૂરી તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, થરા નગરપાલિકામાં 13 સભ્યો સાથે ભાજપની સત્તા છે જ્યારે 11 નગરસેવકો કોંગ્રેસના છે. પાલિકામાં ભાજપનુ શાસન હોવાથી સમગ્ર મામલે કોંગ્રેસ પણ લાલઘુમ બની છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code