આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર પાલિકામાં કોંગ્રેસ અને અપક્ષ સંયુકત સત્તામાં ભાજપે બાકોરૂ પાડી દીધુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગતિવિધિને અંતે પાલિકા પ્રમુખ વિધિવત ભાજપમાં જોડાઇ જતા ખળભળાટ મચી ગયો છે. પ્રમુખ સાથે કેટલાક નગરસેવકો પણ ભાજપમાં જતા પાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે સત્તા પલટો થવાના પુરેપુરા એંધાણ છે. અપક્ષ પ્રમુખ ગોવિંદ પટેલે આગામી અઢી વર્ષની ગણતરી પારખી નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

drda inside meter add

મહેસાણા જીલ્લાની વિસનગર પાલિકામાં અપક્ષ પ્રમુખે કેસરીયો ધારણ કરતા ઉપપ્રમુખ ભરાઇ ગયા છે. છેલ્લા અઢી વર્ષથી પાલિકામાં અપક્ષો અને કોંગ્રેસની સત્તા ચાલી રહી છે. હાલના પ્રમુખ ગોવિંદ પટેલની અઢી વર્ષની ટર્મ ૧૧ ઓગષ્ટે પુર્ણ થતી હતી. જેથી આગામી અઢી વર્ષ માટે ફરીથી અપક્ષ કે કોંગ્રેસના પ્રમુખ મુકવા કે કેમ તેને લઇ મનોમંથન અને રાજકીય હોડ ચાલી રહી છે. આ દરમ્યાન પ્રમુખ સહિતના ૭ નગરસેવકોએ યુ-ટર્ન લીધો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલિકામાં કુલ 36 નગરસેવકોમાં ભાજપના 7 જયારે અપક્ષ અને કોંગ્રેસના મળી 29 નગરસેવકો છે. જેમાં અગાઉ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે અપક્ષ તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નગરસેવક રહ્યા છે. મંગળવારે સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના હોદેદારોની વચ્ચે વિસનગર પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાતા અપક્ષ રહ્યા નથી. વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રમુખ સાથે 8 નગરસેવકો પણ ભાજપમાં જોડાયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code