મર્ડર@બનાસકાંઠા: આરોપીઓ સજા આપવા આપવા આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર,પાલનપુર (અલ્પેશ ચૌધરી, દશરથ ઠાકોર) થોડાક દિવસો અગાઉ વડગામ તાલુકાના નાંદોત્રા ગામે રહેતા ખેડુત ચૌધરી મેધજીભાઇની અભ્યાસ કરતી માસુમ દિકરી મેધનાનું નિર્દયતા પુર્વક ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. તે સંદર્ભે આંજણા યુવક મંડળ ગુજરાત ઘ્વારા બનાસકાંઠા કલેકટરને આરોપીને તાત્કાલિક કડક સજા કરવા મામલે આવદન પત્ર આપવામાં આવ્યુ હતુ. નાંદોત્રા ગામમાં રહેતા મોઘજીભાઇ
 
મર્ડર@બનાસકાંઠા: આરોપીઓ સજા આપવા આપવા આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર,પાલનપુર (અલ્પેશ ચૌધરી, દશરથ ઠાકોર) 

થોડાક દિવસો અગાઉ વડગામ તાલુકાના નાંદોત્રા ગામે રહેતા ખેડુત ચૌધરી મેધજીભાઇની અભ્યાસ કરતી માસુમ દિકરી મેધનાનું નિર્દયતા પુર્વક ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. તે સંદર્ભે આંજણા યુવક મંડળ ગુજરાત ઘ્વારા બનાસકાંઠા કલેકટરને આરોપીને તાત્કાલિક કડક સજા કરવા મામલે આવદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

મર્ડર@બનાસકાંઠા: આરોપીઓ સજા આપવા આપવા આવેદનપત્ર અપાયું

નાંદોત્રા ગામમાં રહેતા મોઘજીભાઇ વિરસંગભાઇ ભટોળ (ચૌધરી) તેમના ખેતરમાં જ ભાગીયા તરીકે રહેતો વડગામ તાલુકાના જ ખરોડીયા ગામનો રાહુલભાઇ દશરથભાઈ ભરથરી મેઘનાબેન મોઘજીભાઇ ભટોળ ઉ.વર્ષ (૧૮) સામે બદ દાનત રાખીને ખોટુ વિચારી રહ્યો હતો. ૧૮ જુનના સવારે આશરે ૧૦:૧૫ થી ૧૧ના સુમારે મેઘના પોતાના ઘરમાં પોતું લગાવી રહી હતી, તે સમયે આ યુવક ઘરમાં આવી પહોંચીને પાછળ થી યુવતીને ગળાના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયારથી ગળા ઉપર ઘા કરતાં યુવતી ઢળી પડી હતી.

મર્ડર@બનાસકાંઠા: આરોપીઓ સજા આપવા આપવા આવેદનપત્ર અપાયું

આ અંગેની જાણ યુવતીના કુટુંબીજનો ને થતાં જ તેમના ઉપર દુ:ખનો ડુગંર ટુટી પડ્યો હતો. આ વાત ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પોલીસને થતાં જ વડગામ તેમજ છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીની લાશને વડગામ સીએચસીમાં પીએમ માટે લઈ જવાઈ હતી. નિર્દોષ યુવતિને મોતને ઘાટ ઉતારનાર રાહૂલ ભરથરીને પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી દીધો હતો. પરંતુ હવે આંજણા યુવક મંડળ ઘ્વારા ગુરૂવારે બનાસકાંઠા કલેકટરને રૂબરૂ મળી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ચૌધરી સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.