આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે બાલાજી મંડપ ડેકોરેશનના કમ્પાઉન્ડમાંથી ગત ગુરૂવારે એક ઇસમનું મર્ડર થયુ હતુ. જેને લઇ પોલીસ અધિક્ષકની સુચનાથી ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડીને જેલહવાલે કરી દીધા છે.

ગુરૂવારે ધાનેરા ટાઉનમાં નેનાવા ત્રણ રસ્તા પાસે બાલાજી મંડપ ડેકોરેશનના કમ્પાઉન્ડમાંથી પ્રવિણભાઇ શંકરભાઇ પટેલ રહે. ધાનેરા પટેલવાસ તા. ધાનેરાવાળાનુ મર્ડર થયુ હતુ. જે અંગે ધાનેરા પો.સ્ટેમાં ફસ્ટ ગુ.ર.નં. ૨૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ. ૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો અનડીટેક્ટ દાખલ થયો હતો. જેને લઇ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સારૂ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગના માર્ગદર્શન મુજબ ગુનો શોધી કાઢવા સારૂ સુચના કરતા સી.જી સોલંકી પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાએ અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલી આરોપી મોહનભાઈ ઉર્ફે મુન્નો સ/ઓ પ્રતાપભાઈ ખુશાલભાઈ જાતે-નાઈ (ભાટી) રહે.કૈલાશનગર ગરબા ચોકની સામે ધાનેરા તા.ધાનેરા અને વિનોદભાઇ લખમણભાઇ પરમાર રહે. હાલ.મણીનગર અમદાવાદને પકડી પાડેલ છે.

19 Oct 2020, 3:16 AM (GMT)

COVID-19 Global Stats

40,382,862 Total Cases
1,119,748 Death Cases
30,169,052 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code