હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું

અટલ સમાચાર,કડી કડી શહેરમાં કેટલાક દિવસો અગાઉ એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જૂની અદાવતમાં કડી કસ્બા વિસ્તારના યુવકને સોમવારે મોડી રાત્રે ઢોર માર માર્યો હતો. જાનલેવા હુમલો કરી લોહીલુહાણ હાલતમાં યુવકને ફેંકી દેવાયો હતો. છેલ્લા કેટલાક કલાકોથી સારવાર વચ્ચે આખરે યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં મહેસાણા પોલીસ
 
હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું

અટલ સમાચાર,કડી 

કડી શહેરમાં કેટલાક દિવસો અગાઉ એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જૂની અદાવતમાં કડી કસ્બા વિસ્તારના યુવકને સોમવારે મોડી રાત્રે ઢોર માર માર્યો હતો. જાનલેવા હુમલો કરી લોહીલુહાણ હાલતમાં યુવકને ફેંકી દેવાયો હતો. છેલ્લા કેટલાક કલાકોથી સારવાર વચ્ચે આખરે યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં મહેસાણા પોલીસ કડીમાં દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું

કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ નજીક રહેતા શરીફખાન નાસિરખાન ઘોરી અને ઘુમ્મટીયા વિસ્તારના ઇરફાન વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. જેમાં સમાધાન કે ફરિયાદ થઇ ન હોવાથી એકબીજા પ્રત્યે નારાજગી હતી. આ દરમ્યાન શરીફખાન ઘોરી સોમવારે મોડી રાત્રે મહેસાણાથી કડી પરત ફરી રહ્યો હતો ત્યારે ચારથી પાંચ આરોપીઓએ તેની ગાડીને ટક્કર મારી હતી. આ પછી જાનથી મારી નાખવાના ઇરાદે તલવાર, ગુપ્તિ અને છરી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોર ઈસમો ઇજાગ્રસ્ત યુવાનને કડીના તીનબત્તી ચોકમાં ફેંકી ફરાર થઈ ગયા હતા.

હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું

આ પછી ઇજાગ્રસ્ત યુવાનને સ્થાનિકો દ્વારા સૌપ્રથમ કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘનિષ્ઠ સારવારની જરૂર હોઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો. જોકે મંગળવારે તેનું મોત થયું હતું. જાનલેવા હુમલો કરી સમાજના જ યુવાનનું ઢીમ ઢાળી દેતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. યુવાનના મોત બાદ કડી કસ્બા વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે મહેસાણા એસપીની સુચનાથી પોલીસ કાફલો ખડકી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મથામણ થઈ છે.

હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું

કડી પોલીસે સાત આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધી.

(1) ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઇ મલેક
(2) કાજી અલ્ફાજ ઉર્ફે મકો યુસુફભાઈ ઉર્ફે બાબુભાઇ
(3) મલેક અરબાઝ સલીમભાઈ
(4) દોલાણી તૌફિક ઉર્ફે રબબર અબ્દુલરશીદ
(5) દોલાણી રઉફ અબ્દુલરશીદ
(6) ઘાંચી અશરફ ઉર્ફે અશલો ઇબ્રાહિમભાઈ
(7) ઘાંચી રમીઝ મહમદભાઈ રહે.તમામ કડી કસ્બા

*આરોપી અને મૃતકનો ઇતિહાસ ગુનાહિત*

આરોપી ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ મલેક લૂંટ, મારામારી,અપહરણ અને દારૂના વેપાર સહિત 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે. જ્યારે મૃતક શરીફખાન નાસીરખાન પણ લૂંટ, મારામારી, દારૂનો વેપાર, રાયોટિંગ જેવા 12 ગુનાઓમાં સંડોવાયેલ છે.

હત્યા@કડી: જૂની અદાવતમાં હુમલો, સમાજના યુવકનું ઢીમ ઢાળી દીધું