આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ 

બનાસકાંઠા જીલ્લાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. એક જ ચૌધરી પટેલ સમાજના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં કરશનભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે. ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી.

હત્યારાઓએ ઘરની દિવાલ પર લખ્યું છે કે 21 લાખની ચુકવણી ન કરતા આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં માતા અણવી ઉકાજી પટેલ, પુત્ર સુરેશ પટેલ, પુત્રી અવની પટેલનું મૃત્યુ થયું છે જ્યારે કરશન ચૌધરી પટેલની સારવાર થઈ રહી છે.

પોલીસે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે, દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે.

ઘરના ફળિયામાં સુતેલા એક પુરૂષ અને ઘરની અંદર સુતેલા મહિલા અને બે બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે જવા રવાના થયા છે.

મુત્યુ પામનાર લોકો ના નામ

1.અણદીબેન કરસનજી પટેલ (પત્ની)

2.ઉકાભાઈ કરસનજી પટેલ (પુત્ર)

3.ભાવનાબેન કરસનજી પટેલ (પુત્રી)

4.સુરેશભાઈ કારસનજી પટેલ (પુત્ર)

5.ગંભીર હાલત:- કરસનજી સોનાજી પટેલ (કેસરસીગ ગોળીયા)હાલ રહેવાસી કુડા તા.લાખણી

તસ્વીરો: અલ્પેશ ચૌધરી, દશરથ ઠાકોર, અંકુર ત્રિવેદી, રામજી રાયગોર, ભગવાન રાયગોર

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code