આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના રાજપૂત યુવાનનું મર્ડર કરવાની ઘટના સામે આવી છે. માથું ફોડી લાશ ઝાડીમાં ફેંકી ઉપર બાઇક નાખી હત્યારા ફરાર થઈ ગયા હતા. મોડી રાત્રે યુવાન ઘરે નહિં પહોંચતા શનિવારે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી ગઇ છે.

swaminarayan

મહેસાણા તાલુકાના વડસ્મા ગામના ચાવડા અજીતસિંહ જીવણજી ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવતા હતા. શુક્રવારે રાત્રે જમીને કોઈ ખાનગી મિટિંગમાં જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા. જોકે વહેલી પરોઢ સુધી ઘરે નહિં આવતાં અને ફોન બંધ આવતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા.

આથી તાત્કાલિક અસરથી ચાવડા અજીતસિંહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન શનિવારે ગાંધીનગર જિલ્લાના વડું ગામ નજીક માર્ગની બાજુમાં લાશ મળી આવી હતી. પથ્થર વડે માથું ફોડી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. લાશ ઉપર યુવકનું જ બાઈક નાખી એકથી વધુ હત્યારા ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે કલોલ પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

હત્યાનું કારણ નાણાંકીય લેવડ દેવડ હોય શકે 

મૃતક અજીતસિંહનું નામ ગામમાં વેપારી તરીકે હોઇ કોઈની સાથે દુશ્મની ન હતી. જોકે નાણાંકીય લેવડદેવડ થતી હોવાની આશંકાને પગલે હત્યા પાછળ પૈસાનો ખેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃતકનો પરિવાર ધાર્મિક હોઇ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code