હત્યા@મહેસાણા: ભાઈના દોસ્ત ઉપર વિફર્યા મોટાભાઈ, જુવાનજોધ યુવકનું જાહેરમાં ખૂન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરમાં ગઈકાલે બપોરે જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસને અંતે મૃતકના પિતાએ નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમના પુત્રને રાધનપુર રોડ પર રહેતા જયેન્દ્રસિંહ સાથે દોસ્તી હતી. જેના વિરોધમાં મોટાભાઈએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાનું લખાવ્યું છે. આથી મહેસાણા તાલુકા પોલીસે જયેન્દ્રસિંહના મોટાભાઈ
 
હત્યા@મહેસાણા: ભાઈના દોસ્ત ઉપર વિફર્યા મોટાભાઈ, જુવાનજોધ યુવકનું જાહેરમાં ખૂન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં ગઈકાલે બપોરે જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસને અંતે મૃતકના પિતાએ નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમના પુત્રને રાધનપુર રોડ પર રહેતા જયેન્દ્રસિંહ સાથે દોસ્તી હતી. જેના વિરોધમાં મોટાભાઈએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાનું લખાવ્યું છે. આથી મહેસાણા તાલુકા પોલીસે જયેન્દ્રસિંહના મોટાભાઈ પોપટસિંહ ઝાલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, દોસ્તી પસંદ ન હોઇ ખૂન કરવા સુધીની હદે જાય એ બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. જોકે પોલીસ હાલ તો ફરિયાદ આધારે તપાસની દિશામાં આગળ વધી રહી છે.

હત્યા@મહેસાણા: ભાઈના દોસ્ત ઉપર વિફર્યા મોટાભાઈ, જુવાનજોધ યુવકનું જાહેરમાં ખૂન કર્યુ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના રાધનપુર રોડ પરની શક્તિધારા સોસાયટી નજીક ગતરોજ ચોંકાવનારો કોલાહલ મચી ગયો હતો. ધોળા દિવસે નવયુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મોડી સાંજ સુધી હત્યાનું કારણ અને હત્યારા ઓળખવાની કવાયત વચ્ચે મોટી વાત બહાર આવી છે. મૃતક કરણ ઉર્ફે રોહન સરેરાશ 18 વર્ષની ઉંમર ધરાવતો અને ગાંધીનગર રહેતાં રાજેશ સોલંકીનો પુત્ર હતો. જેમાં ગતરોજ કરણના મિત્ર ઝાલા જયેન્દ્રસિંહ રહે.(શ્રીપાલનગર સોસાયટી)નો રાજેશભાઈની પત્ની ઉપર ફોન આવ્યો હતો.

હત્યા@મહેસાણા: ભાઈના દોસ્ત ઉપર વિફર્યા મોટાભાઈ, જુવાનજોધ યુવકનું જાહેરમાં ખૂન કર્યુ
જાહેરાત

જેમાં કરણ ઉર્ફે રોહન જયેન્દ્રસિંહના ઘરે ગયો હતો. ત્યાંથી ભાડાની રીક્ષામાં બેસી શક્તિધારા સોસાયટીથી આગળ તિરૂપતિ રોયલ સોસાયટી સામે આવેલ જગ્યાએ ગયા હતા. તે દરમ્યાન જયેન્દ્રસિંહના મોટાભાઇ ઝાલા પોપટસિંહ વજેસિંહ તથા તેમના સાથે બે અન્ય ઇસમો મોટર સાયકલ ઉપર આવી ઉશ્કેરાટ કર્યો હતો. પોપટસિંહે એકદમ ઉશ્કેરાઇ જઇ કરણને છરીના ઘા મારવા લાગ્યા હતા. જેથી નાનોભાઈ જયેન્દ્રસિંહ ડરી જતાં ઘરે આવ્યો પરંતુ તેને ઘરમાં પુરી દીધો હતો. જયેન્દ્રસિંહે આવી વાત કરણના મમ્મીને કરતાં તેમણે તેમના પતિને કહ્યું હતું. આથી તાત્કાલિક રાજેશભાઈ તાત્કાલિક મહેસાણા રાધનપુર રોડ પરની તિરૂપતી રોયલ સોસાયટી બાજુ જતાં દ્રશ્ય જોઈ ગભરાઇ ગયા હતા. દિકરા કરણને તીક્ષ્ણ હથીયારના ઘા મારેલ હોઇ લોહી લુહાણ હાલતમાં મરણ પડ્યો રોડ ઉપર પડેલ હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકનાં પિતાએ પોલીસને આપેલ ફરિયાદ મુજબ કરણ અનુસુચિત જાતિનો હોવાથી ઝાલા જયેન્દ્રસિંહ સાથેની મિત્રતા પોપટસિંહને પસંદ નહોતી. આથી ઝાલા પોપટસિંહે બે મળતીયા માણસો સાથે મળી તેમના દિકરા કરણને છરીથી પેટના ભાગે ઉપરા છાપરી ઘા કરી ગંભીર પ્રકારની ઇજા કરી ખૂન કર્યુ છે. આથી આરોપી પોપટસિંહ વિરૂધ્ધ ધોરણસર થવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે. સૌથી મહત્વની વાત સામે આવી રહી છે કે, નાનાભાઈને કોઈ જાતિવિષયક દોસ્તી નાપસંદ હોય તો હત્યા કરવા સુધીની હદે જઈ શકે? જોકે પોલીસે હાલ આરોપી ઝાલા પોપટસિંહ વજેસિંહ (રહે.શ્રીપાલનગર સોસાયટી,રાધનપુર રોડ,મહેસાણા) તથા તેઓના બે મળતીયા માણસો વિરુદ્ધ ઇપીકો કલમ 302, 114 તથા જીપી એક્ટ કલમ 135 તેમજ એટ્રોસીટી એક્ટ કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.