મર્ડર@મોરબી: અંગત અદાવતમાં ફિલ્મી ઢબે ધડાધડ ગોળીઓ મારી યુવકની હત્યા, તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સે ધડાધડ ફાયરિંગ કર્યુ હતું. આ હીંચકારા હુમલામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હોવાનું
 
મર્ડર@મોરબી: અંગત અદાવતમાં ફિલ્મી ઢબે ધડાધડ ગોળીઓ મારી યુવકની હત્યા, તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સે ધડાધડ ફાયરિંગ કર્યુ હતું. આ હીંચકારા હુમલામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હોવાનું બહાર આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હનીફ કાસમાણી જે આ ઘટનામાં મૃત્યુ પામેલ છે તે મોરબીમાં ‘મમુ દાઢી’ના નામથી જાણીતા હતા. ત્યારે એમના પર આ ફાયરિંગ જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના ફિલ્મી ઢબે ઘટી હોવાના અહેવાલ છે જેમાં એક જ શખ્સે ફાયરિંગ કરી અને મામુનું ઢીમ ઢાળી દીધું છે. આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બોલેરો કારમાં આવેલા શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે જેમાં એક ઇસમનું નામ ઇમરાન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ ફાયરિંગ બાર બોર સહિતના હથીયારોમાંથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ ફાયરિંગ માં સામેના પક્ષના ને પણ ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે ત્યારે આ હત્યા સુઆયોજિત કાવતરૂ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે હાલ પોલીસે ફરિયાદ લઈ એફએસએલ મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મર્ડર@મોરબી: અંગત અદાવતમાં ફિલ્મી ઢબે ધડાધડ ગોળીઓ મારી યુવકની હત્યા, તપાસ શરૂ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટનાની જાણી થતાં મોરબીના એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ મોરબી એ ડીવીઝન પોલીસ ટિમ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જોકે, મામુ દાઢી પર આ હુમલો કોણે કર્યો અને હત્યારાનો ટાર્ગેટ કોણ હતું એ તો હવે પોલીસની કાર્યવાહી બાદ જો આરોપી ઝડપાય તો જ જાણી શકાશે.