હત્યા@રાજકોટઃ પિતાએ પુત્રનું સીમકાર્ડ તોડી નાખ્યું ઉગ્ર બનેલ પુત્રએ પિતાનો જીવ લીધો

અટલ સમાચાર, ડેસ્ક ભુતકાળમાં એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે, નજીવી બાબતને લઇને પુત્રએ જ તેના માતા અથવા તો પિતાની હત્યા કરી નાંખી હોય છે ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. પિતા પુત્ર વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો અને આ ઝઘડામાં ઉગ્ર બનેલા પુત્રએ પિતાને ધક્કો મારીને જમીન પર
 
હત્યા@રાજકોટઃ પિતાએ પુત્રનું સીમકાર્ડ તોડી નાખ્યું ઉગ્ર બનેલ પુત્રએ પિતાનો જીવ લીધો

અટલ સમાચાર, ડેસ્ક

ભુતકાળમાં એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે, નજીવી બાબતને લઇને પુત્રએ જ તેના માતા અથવા તો પિતાની હત્યા કરી નાંખી હોય છે ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. પિતા પુત્ર વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો અને આ ઝઘડામાં ઉગ્ર બનેલા પુત્રએ પિતાને ધક્કો મારીને જમીન પર પછાડતા પિતાને ગંભીર ઈજાઓ થતા પિતાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટન સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરીને પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

મૂળ ભાવનગરના તળાજા જિલ્લાના 60 વર્ષીય પ્રવીણ પટેલ નામના વ્યક્તિ ગોંડલના ભરૂડી નજીક આવેલા એક મેટલના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 31 નવેમ્બર શનિવારના રોજ પ્રવીણ પટેલને તેમના પુત્ર સાથે વલસાડ જવા બાબતે માથાકૂટ થઇ હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ફ્રીમાં વલસાડ જવા બાબતે થયેલા ઝઘડામાં પ્રવીણ પટેલે પુત્ર અજયના મોબાઈલમાં રહેલુ સીમ કાર્ડ કાઢીને તોડી નાંખ્યું હતું. સીમકાર્ડ તોડતાની સાથે ઉગ્ર બનેલા પુત્ર અજયે પિતા પ્રવીણ પટેલના ધક્કો મારી જમીન પર પાડી દિધા હતા. જમીન પર પટકાતા 60 વર્ષના પ્રવીણ પટેલને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ કરીને અજય સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.