રેઈડ@સિધ્ધપુર: ગંજીપો ખેલવા મિલમાં ભેગા થયા, પોલીસે 11 જુગારી પકડ્યા

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સમયનો ઉપયોગ વિવિધ કામે થઈ રહ્યો છે. સિધ્ધપુર નજીક ઓઈલ મિલમાં ગંજીપો ખેલવા 11 ઈસમો ભેગા થયા હતા. તીનપત્તીનો આનંદ લેતાં દરમ્યાન અચાનક બાતમી આધારે પોલીસે રેઈડ કરી હતી. જેમાં દિનેશ ઓઇલ મિલ માલિકનો દીકરો ઉર્વેશ પણ ઝડપાઇ ગયો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ સહિતનો
 
રેઈડ@સિધ્ધપુર: ગંજીપો ખેલવા મિલમાં ભેગા થયા, પોલીસે 11 જુગારી પકડ્યા

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સમયનો ઉપયોગ વિવિધ કામે થઈ રહ્યો છે. સિધ્ધપુર નજીક ઓઈલ મિલમાં ગંજીપો ખેલવા 11 ઈસમો ભેગા થયા હતા. તીનપત્તીનો આનંદ લેતાં દરમ્યાન અચાનક બાતમી આધારે પોલીસે રેઈડ કરી હતી. જેમાં દિનેશ ઓઇલ મિલ માલિકનો દીકરો ઉર્વેશ પણ ઝડપાઇ ગયો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર નજીક ગાંગલાસણ રોડ પર આવેલ સધીમાતાના મંદિર નજીક દિનેશ ઓઇલ મિલ છે. મીલના કમ્પાઉન્ડમાં ગંજીપાના દ્વારા હારજીતનો જુગાર રમવા આયોજન થયું હતું. જેની બાતમી સિધ્ધપુર પોલીસને થતાં રેઈડ કરવામાં આવી હતી. જ્યાં મિલ માલિક પુત્ર ઉર્વેશ દિનેશભાઈ પટેલ અન્ય ઈસમોને જુગાર રમાડતો હોવાનુ પકડાઇ ગયું હતું. પોલીસે કુલ 84,400ના મુદ્દામાલ સાથે 11 ઈસમોને ઝડપી પાડી જુગાર ધારા તથા જાહેરનામા ભંગની કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસને રેઈડને પગલે ઘડીભર ચોંકાવનારી સ્થિતિ બની હતી. પોલીસે
1. ઉર્વેશ દિનેશભાઈ અંબાલાલ પટેલ
2. અજીત સોમાભાઈ ગોપાલભાઈ પટેલ
3. ભાવેશ મણિલાલ ખુશાલભાઈ પટેલ
4. દિનેશ હિરાલાલ જેઠાભાઈ પટેલ
5. કૃણાલ મહેશભાઈ ખુશાલભાઈ પટેલ
6. જીતેશ વિષ્ણુભાઈ મોહનભાઈ પટેલ
7. અરવિંદ રામજીભાઈ વીરજીભાઈ ચૌધરી
8. ભાવિક દશરથ ભાઈ રેવાભાઈ પટેલ
9. જૈમીન વિનુભાઈ ચતુરભાઈ પટેલ
10. હરેશ નટવરલાલ રાયચંદ દાસ પટેલ
11. જયેશ નવીનભાઈ પટેલ સહિતના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.