આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

સિધ્ધપુર તાલુકાના ચંદ્રાવતી સીમ વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા થઈ છે. અદાવત રાખી ઉગ્ર ટોળકીએ હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. એક જ સમાજ વચ્ચે સંબંધોની આંટીઘૂંટી વચ્ચે મોતનો ખેલ ખેલાઇ ગયો છે. ઘટનાને પગલે મૃતક યુવાનના ઘેર માતમ છવાયો છે. સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના ડેર ગામના ભરતજી શીવાજી ઠાકોરના સગાભાઈ મહેશજીને પ્રેમ સંબંધ હતો. આથી તેની અદાવત રાખી ડેર ગામના જ કેટલાક ઈસમો નારાજ હોઇ રોષે ભરાયેલા રહેતા હતા. આ દરમ્યાન અચાનક વિક્રમજી જગાજી ઠાકોર, પ્રતાપજી પ્રભાતજી ઠાકોર, વાલાજી લાલજી ઠાકોર અને રાજુજી બબાજી ઠાકોર સહિતના એકસંપ થઇ દોડી આવ્યા હતા. સિધ્ધપુર તાલુકાના ચંદ્રાવતી સીમ વિસ્તારમાં મહેશજી ઠાકોરને ગાળો બોલી લોખંડની ખીલાસળી સાથે તૂટી પડ્યા હતા. યુવક મહેશજીને ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલાનો ભોગ બનેલ માત્ર 20 વર્ષના મહેશ ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર દરમ્યાન જ મહેશે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. જીંદગીની શરૂઆતમાં જ પરિવારનો જુવાનજોધ દીકરો ગુમાવી બેસતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટના અંગે સિદ્ધપુર પોલીસે મૃતકના ભાઇ ભરતજી શિવાજી ઠાકોરની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી ચાર ઇસમોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code