હત્યા@સુરેન્દ્રનગર: આડાસંબંધની શંકામાં લાકડીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામે દશરથભાઇ કાળુભાઇ ઠાકોર નામના એક યુવકને એક યુવતી સાથે આડા સંબંધ હોઇ મોબાઇલમાં વાત કરતા હોવાનો વહેમ રાખી ત્રણ આરોપીઓએ કડી વાળી લાકડીઓ અને હથોડાથી હુમલો કર્યો હતો. જે બાદમાં યુવકને તેના ઘરે ઉતાર્યા બાદ પરીજનોએ સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
 
હત્યા@સુરેન્દ્રનગર: આડાસંબંધની શંકામાં લાકડીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામે દશરથભાઇ કાળુભાઇ ઠાકોર નામના એક યુવકને એક યુવતી સાથે આડા સંબંધ હોઇ મોબાઇલમાં વાત કરતા હોવાનો વહેમ રાખી ત્રણ આરોપીઓએ કડી વાળી લાકડીઓ અને હથોડાથી હુમલો કર્યો હતો. જે બાદમાં યુવકને તેના ઘરે ઉતાર્યા બાદ પરીજનોએ સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધ્રા તાલુકાના નારીચણા ગામે રહેતા 30 વર્ષના યુવક દશરથભાઇ કાળુભાઇ ઠાકોરને ગામના ત્રણ યુવકો આરોપી (1) સુરેશ વિહાભાઇ (2) લાલાભાઇ વિહાભાઇ (3) વિક્રમભાઇ રામાભાઇ ભરવાડ રાતના 12 વાગ્યે ઘરે આવી કામ હોવાનુ કહી મોટર સાયકલ પર લઈ ગયા હતા. નદીના પટ્ટમાં લઈ જઈ અને મરણ જનાર દશરથભાઇ ઠાકોર સાથે તુ કેમ અમારી બહેન સાથે મોબાઇલમાં વાતો કરે છે તેમ કહી ઝગડો કરી અને ત્રણેય આરોપીઓ દશરથ ઠાકોર પર કડી વાડી લાકડી અને હથોડાથી ઉપરા છાપરી ઘા કરી અને માર મારી અને પરત દશરથના ઘર બાહાર ઉતારીને ફરાર થયા હતા.

હત્યા@સુરેન્દ્રનગર: આડાસંબંધની શંકામાં લાકડીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો, પરીજનો શોકમગ્ન
મૃતકની તસવીર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દશરથના ઘરના સભ્યો સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા દશરથને મૃત જાહેર કર્યા હતા. જેથી આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલમાં પોહોચી લાશનું પી.એમ.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે આડા સંબંધોની આશંકામાં આ યુવકને બોલાવી અને તેને કડી વાળી લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવક દશરથને ગંભીર ઈજાઓ થઈ હતી. દરમિયાન તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવી શરૂ કરવામાં આવી છે અને અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો