હત્યા@ઊંઝા: આરામ વખતે વૃધ્ધનું ગળું દબાવી ફરાર, જૂની તકરાર કારણભૂત

અટલ સમાચાર, ઊંઝા કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ઊંઝામાં આધેડની ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. મૃતકના ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘટનાને લઇ મૃતકના ભાઇએ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. આ સાથે શકદાર વ્યક્તિ તરીકે ચૌધરી માનસંગભાઇ લવજીભાઇ રહે.સમોજાનું નામ પણ લખાવેલ છે. ઘટનાને
 
હત્યા@ઊંઝા: આરામ વખતે વૃધ્ધનું ગળું દબાવી ફરાર, જૂની તકરાર કારણભૂત

અટલ સમાચાર, ઊંઝા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ઊંઝામાં આધેડની ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. મૃતકના ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘટનાને લઇ મૃતકના ભાઇએ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. આ સાથે શકદાર વ્યક્તિ તરીકે ચૌધરી માનસંગભાઇ લવજીભાઇ રહે.સમોજાનું નામ પણ લખાવેલ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝાની મધુકુંજ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ હરીભાઇ પટેલની ગળુ દબાવી હત્યા કરી દેવાયાની ફરીયાદ પોલીસ સ્ટેશને નોંધાઇ છે. મૃતકના ભાઇએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેમના જગદીશભાઇના ઘરમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી તેમનું ગળું દબાવી મોત નિપજાવ્યુ હતુ. આ સાથે તેમને શંકાસ્પદ તરીકે ચૌધરી માનસંગભાઇ લવજીભાઇ(રહે.સમોજા, તા.ખેરાલુ) નું નામ લખાવેલ છે. તેમને જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ જગદિશભાઇએ ચૌધરી માનસંગભાઇને પૈસા આપેલ હતા. બાદમાં માનસંગભાઇની જમીન લખાવી લીધી હોવાથું બંને વચ્ચે મનદુ:ખ ચાલતુ હતુ.