સંગીત@ગુજરાતઃ રેવા ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક 66માં રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત થઇ છે. જેમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીતી લીધો. વિવાદોમાં રહેલી દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને શાહિદ કપૂરની ‘પદ્માવત’એ બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો. આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ. બેસ્ટ હિન્દી ફિલ્મ–
 
સંગીત@ગુજરાતઃ રેવા ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક

66માં રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત થઇ છે. જેમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીતી લીધો. વિવાદોમાં રહેલી દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને શાહિદ કપૂરની ‘પદ્માવત’એ બેસ્ટ કોરિયોગ્રાફી  એવોર્ડ જીત્યો. આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ.

બેસ્ટ હિન્દી ફિલ્મ

આયુષ્માન ખુરાનાની ‘અંધાધુન’. આ ફિલ્મમાં તબ્બૂ અને રાધિકા આફ્ટે લિડ રોલમાં છે

બેસ્ટ ગુજરાતી ફિલ્મ-

 મોનલ ગજ્જર અને ચેતન ધાનાણી સ્ટાર ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ-

વિક્કી કૌશલને ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આયુષ્માન ખુરાનાને ‘બધાઇ હો’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ-

આયુષ્માન ખુરાના, નિના ગુપ્તા, સુરેખા શિકરી, ગજરાજ રાવ અને સનાયા મલ્હોત્રાની ‘બધાઇ હો’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ-

‘બધાઇ હો’ ફિલ્મનાં દાદી સુરેખા શિકરીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ-

મરાઠી ફિલ્મ ‘ચુંબક’નાં એક્ટર શ્વનંદા કિરકિરેને બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો

બેસ્ટ કોરિયોગ્રાફી-

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘પદ્માવત’એ ‘ધૂમર’ સોન્ગ માટે જીત્યો

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર

આ એવોર્ડ ડિરેક્ટર સંજય લીલા ભણસાળીએ પોતાનાં નામે કર્યો

બેસ્ટ પ્લેબેક –

બેસ્ટ પ્લેબેકને નેશનલ એવોર્ડ અરિજીત સિંહે જીત્યો. તેણે આ ફિલ્મ ‘પદ્માવત’નાં સોન્ગ બીતે દિનમાટે મળ્યો.