મુઠભેડ@છત્તીસગઢઃ દંતેવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકીને ઠાર કર્યા, 1 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસની સાથે મુઠભેડમાં 2 આતંકી ઠાર મારવામાં આવ્યા તો 1 ઈજાગ્રસ્ત છે. દંતેવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે, જિલ્લાના કુવાકોંડા પોલીસ સ્ટેશનના ધનિકરકા અને દુવાલીકરકાના જંગલોમાં થયેલી મુઠભેડમાં પોલીસે 2 આતંકીઓને ઠાર કર્યા હતા. કુવાકોંડા પોલીસ સ્ટેશન વિસ્તારના DRG અને જિલ્લા સુરક્ષાદળના સર્ચ દરમિયાન જ્યારે ધનિકરકા અને
 
મુઠભેડ@છત્તીસગઢઃ દંતેવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકીને ઠાર કર્યા, 1 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસની સાથે મુઠભેડમાં 2 આતંકી ઠાર મારવામાં આવ્યા તો 1 ઈજાગ્રસ્ત છે. દંતેવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે, જિલ્લાના કુવાકોંડા પોલીસ સ્ટેશનના ધનિકરકા અને દુવાલીકરકાના જંગલોમાં થયેલી મુઠભેડમાં પોલીસે 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

કુવાકોંડા પોલીસ સ્ટેશન વિસ્તારના DRG અને જિલ્લા સુરક્ષાદળના સર્ચ દરમિયાન જ્યારે ધનિકરકા અને દુવાલીકરકાના જંગલોમાં હતા, ત્યારે આતંકીઓ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. થોડીવાર સુધી બંને તરફથી ગોળીબારી બાદ આતંકવાદી તે જગ્યાથી ભાગી ગયા. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી હતી. ઘટનાસ્થળથી મલાંગિર એરિયા કમિટીના સભ્ય વર્ગીસ આતંકી ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને 2ને ઠાર કારવામાં આવ્યા હતા.

મુઠભેડમાં માર્યા ગયેલા આતંકી વર્ગીસ પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું અને તે બારૂદી સુરંગ લગાવવામાં માહેર હતો. વર્ગીસની 9 એપ્રિલે કુવાકોંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બારૂદી સુરંગ વિસ્ફોટની ઘટનામાં સામેલ થવાની સૂચના છે. આ ઘટનામાં દંતેવાડા ધારાસભ્ય ભીમા મંડાવી અને 4 અન્ય પોલીસકર્મીઓના મોત થયા હતા. ઈજાગ્રસ્ત આતંકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દંતેવાડા જિલ્લા પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.