આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

પાલનપુર તાલુકા પંથકના ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાણોદરના મહિલા કલા-નિધિ ટ્રસ્ટ ઘ્વારા નિ:શુલ્ક વસ્ત્રમ બેબી કીટ આપવામાં આવી હતી. નવા વષૅના પ્રથમ દિવસે ચિત્રાસણીના સ્થાનિક સહયોગી દિનેશભાઈ દોશી, ચિત્રાસણી ધ્વારા મુંબઈના સુજ્ઞદાતા નીલાબેન રાજુભાઇ મહેતા વતી કાન્તાબેન મણિલાલ મહેતા તરફથી ધી-ગોળ સાથે મિશન વસ્ત્રમ કીટનો આરંભ જીલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો.
જેમાં ડૉ.મુકેશ ત્રિવેદી, આર.સી.એચ.ઓ, બનાસકાંઠા, ડૉ.ડી.પી.અનાવાડીયા, ટી.એચ.ઓ, પાલનપુર, દિનેશભાઈ દોશી, ચિત્રાસણી, એ.એલ.ચૌધરી, કે.ડી.રાજપુત, એહમદ હાડા, દિનેશ સોલંકી તેમજ સમસ્ત ડૉ.સતિષ પ્રજાપતિ, પ્રા.આ.કેન્દ્ર, ચિત્રાસણી ની ટીમ ધ્વારા તેમજ દિનેશભાઈ દોશીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ.આચાર્યએ મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર ની ટીમ ઉપરાંત સહયોગીઓને આભાર સહ સમગ્ર ટીમ પી.એચ.સી.ચિત્રાસણીને અભિનંદન પાઠવ્યા હતા. ધી-ગોળ સાથે મિશન વસ્ત્રમના કાયમી સ્થાનિક દાતાઓ નીલાબેન રાજુભાઇ મહેતા તથા કાન્તાબેન મણિલાલ મહેતા-પરિવારના વતનપ્રેમને બિરદાવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code