વડગામ તાલુકાના ડાલવાણા થી નાડોલ આશાપુરા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયુ

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકાના ડાલવાણા ગામથી રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પગપાળા સંઘનું ગુરુવારે પ્રસ્થાન કરાયું હતું. ત્યારે રસ્તામાં આવતા વિવિધ ગામોના રાજપૂત આગેવાનો દ્વારા પગપાળા યાત્રિકોનું ચાંદલો -ચોખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના ડાલવાણાથી છેલ્લા કેટલાક વર્ષોથી રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષેની જેમ આ
 
વડગામ તાલુકાના ડાલવાણા થી નાડોલ આશાપુરા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયુ

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના ડાલવાણા ગામથી રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પગપાળા સંઘનું ગુરુવારે પ્રસ્થાન કરાયું હતું. ત્યારે રસ્તામાં આવતા વિવિધ ગામોના રાજપૂત આગેવાનો દ્વારા પગપાળા યાત્રિકોનું ચાંદલો -ચોખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વડગામ તાલુકાના ડાલવાણાથી છેલ્લા કેટલાક વર્ષોથી રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુવારે ડાલવાણા થી સંઘ નીકળી 6 દિવસે મહાસુદ બીજના દિવસે પગપાળા સંઘના રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને આશાપુરા માતાજીના ચરણોમાં શીશ નમાવશે. ત્યારે આ સંઘમાં ડાલવાણા,નગાણા,મેગાળ અને પાટણ જિલ્લાના ચારૂપ ગામના યુવાનો પગપાળા સંઘમાં જોડાયા છે. આ સંઘનું 6 દિવસના ભોજન દાતા મેગાળ ગામના રાજપૂત વાઘજીજી લવજીજી છે. અને તેમના દ્વારા જયારે સંઘ મેગાળ ગામે પહોંચ્યો ત્યારે યાત્રિકો નું સ્વાગત અને ચા-પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને રસ્તામાં આવતા ગામોના આગેવાનો દ્વારા યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.