નફ્ફટ@સત્તાધિશો: પાટણમાં કાલે રથયાત્રા, રૂટ ઉપર આજે પણ રખડતા ઢોર

અટલ સમાચાર,મહેસાણા પાટણ શહેરમાં અનેક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. આથી આ વર્ષે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, પાટણ પાલિકાના સત્તાધિશો નફ્ફટ હોય તેમ રથયાત્રાના રૂટ ઉપરથી રખડતા ઢોર દૂર કરી શકયા નથી. આવતીકાલે ભગવાન નગરચર્યાએ નિકળવાના હોવાથી મંદીરના ટ્રસ્ટીઓ રખડતા ઢોરને લઇ અત્યંત નારાજ બન્યા છે. ગુજરાત રાજયમાં સૌથી જુની ભગવાનની
 
નફ્ફટ@સત્તાધિશો: પાટણમાં કાલે રથયાત્રા, રૂટ ઉપર આજે પણ રખડતા ઢોર

અટલ સમાચાર,મહેસાણા

પાટણ શહેરમાં અનેક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. આથી આ વર્ષે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, પાટણ પાલિકાના સત્તાધિશો નફ્ફટ હોય તેમ રથયાત્રાના રૂટ ઉપરથી રખડતા ઢોર દૂર કરી શકયા નથી. આવતીકાલે ભગવાન નગરચર્યાએ નિકળવાના હોવાથી મંદીરના ટ્રસ્ટીઓ રખડતા ઢોરને લઇ અત્યંત નારાજ બન્યા છે.

ગુજરાત રાજયમાં સૌથી જુની ભગવાનની રથયાત્રા ગણીએ તો પથમ અમદાવાદ બાદ બીજા નંબરે પાટણ આવે છે. પાટણ શહેરમાં અમદાવાદની જેમ ભગવાનની રથયાત્રા માટે ગણતરીના કલાકો બાકી છે. જોકે, રૂટ ઉપર આજે પણ રખડતા ઢોર જોવા મળતા પાલિકાની બેદરકારી ભગવાનના ઉત્સવ દરમ્યાન પણ છતી થઇ છે. મંદીરના ટ્રસ્ટીઓ પાટણ પાલિકાના વલણથી સામે ચોંકી ઉઠયા છે.

રખડતા ઢોર બાબતે મંદીરના ટ્રસ્ટીઓએ મિડીયા સામે પાલિકાની બેદરકારી જાહેર કરી હતી. આ સાથે આવતીકાલ સુધી રથયાત્રાના રૂટ ઉપરથી રખડતા ઢોર દૂર કરાવવા મિડીયાના માધ્યમથી વહીવટી તંત્રને જણાવવા અપીલ કરી હતી. આવી સ્થિતિમાં પાટણ પાલિકાનું અક્કડ વલણ ભગવાન જગન્નાથના ભકતો અને શ્રધ્ધાળુંઓને ઠેસ પહોંચાડી રહયુ છે.