આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નજીક પોશીના તાલુકાના જંગલમાં ઉભા વૃક્ષોનો નાશ કરી ચર્ચ બનાવતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જેથી ગામના કેટલાક લોકોએ જંગલનો નાશ કરનારને વિધર્મી કહી પર્યાવરણ બચાવવા દોડધામ કરી છે. નાયબ કલેક્ટરને આઠ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોટડા ટુંટા બંગલા ગામે જંગલ અને ધાર્મિકતાનો પ્રશ્ન ઉભો થયો છે. જંગલ વિસ્તારના વૃક્ષો ગેરકાયદે કાપી ચર્ચ ઉભું કરવામાં આવતું હોવાની રજૂઆતને પગલે પંથકમાં ધાર્મિક અને પર્યાવરણનો માહોલ ગરમાયો છે. રજૂઆતમા‌ પાધરીનો ગામમાં દબદબો વધી ગયાનું કહી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોટડા ગામના લોકોએ જંગલની રક્ષા કરવા વિધર્મીનો મુદ્દો છેડતા ચકચાર મચી ગઇ છે. ગમાર સમાજના આઠ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ રજૂઆત ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરને કરવામાં આવી છે. અગાઉ અમે લોકોએ વારંવાર વિનંતી કરી ચૂક્યા છીએ. જોકે સામે ચર્ચનો દબદબો હોઇ અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હોઇ ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code