ખેડબ્રહ્મા કોલેજ ખાતે નમો ઇ-ટેબ યોજના હેઠળ ટેબલેટ વિતરણ કરાયુ
અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આટર્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારની નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબલેટ વિતરણ કરાયુ હતુ. આ કાર્યકમમાં આચાર્ય એન.ડી.પટેલ ઘ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ ઘ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આયોજનના કો.-ઓર્ડીનેટર ડી.બી.સોન્દરવાએ આ યોજનાનું મહત્વ સમજાવી ટેબ્લેટ કેવી રીતે ઉપયોગી નિવડે તે બાબતે વિધાર્થીઓને સમજાવ્યું હતુ. આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે રમીલાબેન
Jan 12, 2019, 12:51 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આટર્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારની નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબલેટ વિતરણ કરાયુ હતુ. આ કાર્યકમમાં આચાર્ય એન.ડી.પટેલ ઘ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ ઘ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આયોજનના કો.-ઓર્ડીનેટર ડી.બી.સોન્દરવાએ આ યોજનાનું મહત્વ સમજાવી ટેબ્લેટ કેવી રીતે ઉપયોગી નિવડે તે બાબતે વિધાર્થીઓને સમજાવ્યું હતુ. આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે રમીલાબેન બારાએ વિધાર્થીના હિત માટે તૈયાર હોવાનું વચન આપી,આશિર્વાદ પાઠવ્યા હતા.આ સાથે સાબરકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઇ જોશી,ખેડબ્રહ્મા એ.પી.એમ.સી.ના ચેરમેન જસુભાઇ પટેલ,ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ,અરવલ્લી વિધાભવન,ખેડબ્રહ્માના સહમંત્રી હરીહર પાઠક સહિત વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.