આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, દાંતા

બનાસકાંઠા જિલ્લામાં આજે 21મી સદીમાં પણ રસ્તા, શાળા, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધા નથી. ધો. 1થી5 નાં વિદ્યાર્થીઓને સાથે ભણાવી રહ્યા છે એકમાત્ર શિક્ષક. સારી શાળા 6 કિલોમીટર દૂર હોવાથી છાપરૂં તૈયાર કરી ભણતર શરૂ કરાયું છે. સરકારની અન્ય પ્રાથમિક શાળાઓની જેમ શૌચાલય, મધ્યાહન ભોજન, પીવાનું પાણી સહિતની કોઈ વ્યવસ્થા નથી.

હકીકતમાં કુંભારીયા ગામ નજીકનાં નદીફળી વિસ્તારમાં છૂટાંછવાયાં 40થી50 વનવાસી સમાજના ઘર આવેલા છે. એક વર્ષ અગાઉ નદીફળીના બાળકો કુંભારીયા ગામની પ્રાથમિક શાળામાં જતા હતા. જોકે કુંભારીયા ગામ 6 કિલોમીટર દૂર આવેલું હોવાથી અને વળી પાકો માર્ગ પણ ન હોવાથી ચાલતાં જતાં હતાં. આવી સ્થિતિમાં કેટલાક પરિવારોએ પેટાવર્ગની માંગ કરતા છાપરૂં બનાવી ભણતર શરૂ કરાયું છે. જંગલ વિસ્તાર હોવાથી પાકા બાંધકામની મંજૂરી અને ત્યારબાદ ગ્રાન્ટ મંજૂર કરાવવાની સમસ્યા દાંતા તાલુકા પંચાયત માટે ઉભી છે.

નદીફળી વિસ્તારમાં રહેતા વનવાસી પરિવારો છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ક્યાંય પાકું મકાન નથી, દવાખાનું અને દુકાન પણ નથી. જંગલના વનવાસીઓને 21મી સદીમાં ભણતરની ભૂખ જાગી છે પરંતુ ભારે હાલાકી વચ્ચે અને શિયાળો, ઉનાળો અને ચોમાસું સહિત ત્રણેય સિઝનમાં નાના છાપરા નીચે અભ્યાસ કરવો પડે છે. સરેરાશ 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે. તમામ વિદ્યાર્થીઓ ધો 1થી5ના છે છતાં ભણતર એકસાથે અપાય છે.

કોઇ માણસ માંદો પડે કે પ્રસુતા મહીલા હોય તો તેમને એક લાકડામાં જોળી બનાવી 5 કિલોમીટર સુધી ખભે નાખી આખું ગામ લઇ જતું હોય છે. સરકારની કરોડો રૂપીયાની વનબંધુ કલ્યાણ યોજનાઓ છતાં આ વિસ્તારનાં આદીવાસી લોકો હજી પણ બત્તર જીંદગી જીવી રહ્યા છે. જ્યાં 108 એન્બ્યુલન્સ વાન તો શું રીક્ષા પણ જઇ શકે તેવાં રસ્તા નથી. ચુંટણી આવે ત્યારે શાળાનાં ઓરડાનાં અભાવે મતદાન મથક પણ પાંચથી સાત કિલોમીટર દૂર ઉભું કરાય છે. જ્યાં ચાલીને મતદાન કરવાં જવુ પડે છે.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code