આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનો માટે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. તેમણે ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણ કહ્યું છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકોને રોજરાગી મળતી નથી.

સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમ્યાન સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ.

શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ. કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે, તે એનજીઓ અથવા એજન્સી મારફતે મળે છે. કોઇને સીધી મળતી નથી. ફિટવેલ કંપનીનાં કર્મીઓ ઓછા પગાર માટે 22 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. તે કર્મીઓને હું સમર્થન આપું છું. ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે, આ કંપની માત્ર 7000 રૂપિયા જ પગાર ચૂકવે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code