આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજીભાઈ રાયગોર)

કાંકરેજ પંથકમાં પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હોવાની વાત સામે આવી હતી. જેથી શનિવારે મોડી સાંજે કેટલાક અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગાબડું વધુ થાય તે પહેલાં રવિવારે નર્મદાના અધિકારીઓ સાથે વહીવટી ટીમ દોડી હતી. જેમાં તાત્કાલિક અસરથી ગાબડું પુરવા કવાયત હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામની સીમ નજીક નર્મદાથી મુખ્ય કેનાલ નિકળે છે. જ્યાં ગાબડું પડ્યું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. આથી શનિવારે મુલાકાત બાદ રવિવારે પણ દોડધામ મચી ગઇ હતી. નર્મદાના સત્તાધીશો સાથે મામલતદાર અને ટીડીઓ સહિતની ટીમે ગાબડું આગળ વધતું રોકવા મથામણ કરી હતી.

રવિવારે યુધ્ધના ધોરણે સૌપ્રથમ માટીની થેલીઓ દ્વારા પુરાણ કરી સિમેન્ટ કોંક્રિટથી રિપેર કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય કેનાલ હોવાથી પાણીનો બગાડ ન થાય, ચોમાસામાં પાણી સંગ્રહ થાય અને સુરક્ષા સહિતના મામલે કામગીરી તાત્કાલિક કરી છે. અધિકારીઓ માઇનોર કેનાલમાં પણ આવી ઝડપ દાખવે તેવી માંગ રહીશો અને ખેડૂત વર્ગમાં થઈ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code