આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ચાગાથી પાઇપલાઇન દ્રારા રામપુરા ખીમાણા ખાતે નર્મદાના નીર નાંખતા ખેડુતોમાં આનંદ છવાયો હતો. નર્મદા ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી પાઇપલાઇન દ્વારા ચાંગા થી દાંતીવાડા ડેમ સુંધી લઈ જવામાં આવ્યું હતુ. જેમાં રામપુરા ખીમાણા ગામે પાઈપલાઈન દ્વારા નર્મદાના નીર રામપુરા ગામનું તળાવ ભરી સુજલામ સુફલામ્ યોજનાની કેનાલમાં નાખવામાં આવ્યુ હતુ.

drda inside meter add

બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાના ચાગાથી પાઇપલાઇન દ્રારા રામપુરા ખીમાણા ખાતે નર્મદાના નીર નાંખવામાં આવ્યા હતા. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી- પૂર્વ આરોગ્યમંત્રી, કિર્તિસિંહ વાધેલા ધારાસભ્ય કાંકરેજ, અણદાભાઈ પટેલ એપીએમસી ચેરમેન થરા, સુખદેસવસિંહ સોઢા, ઈશ્વરભાઈ પટેલ, ડાહયાભાઇ પીલીયાતર, બળદેવભાઈ ધાધોળ, સુખાજી પરમાર, વેલસંગ પરમાર, શંભુજી પરમાર, ગાંડાજી મંત્રી વગેરે લોકો તેમજ ખેડુતભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code