નર્મદા: 31મીએ PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. જેમા તે કેવડિયામાં જ્યાં વીવીઆઈપી-રાજવી દરબારી ટેન્ટ ખાતે રોકાવાના છે. ત્યાં જ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસના ઉતારાની વ્યવસ્થા થઈ છે. વિશ્વ બેન્કના પ્રમુખ 27મી ઓક્ટોબરે બપોરે 1.50 વાગ્યે નવી દિલ્હીથી વડોદરા એરપોર્ટ થઈ સાંજે 4 વાગ્યે કેવડિયા આવવાના છે. જ્યાં તેઓ દરબારી ટેન્ટમાં
 
નર્મદા: 31મીએ PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. જેમા તે કેવડિયામાં જ્યાં વીવીઆઈપી-રાજવી દરબારી ટેન્ટ ખાતે રોકાવાના છે. ત્યાં જ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસના ઉતારાની વ્યવસ્થા થઈ છે. વિશ્વ બેન્કના પ્રમુખ 27મી ઓક્ટોબરે બપોરે 1.50 વાગ્યે નવી દિલ્હીથી વડોદરા એરપોર્ટ થઈ સાંજે 4 વાગ્યે કેવડિયા આવવાના છે. જ્યાં તેઓ દરબારી ટેન્ટમાં રાતવાસો કરી બીજા દિવસે સોમવારે 9.30 વાગ્યે દેશના 750 જેટલા સિવિલ પ્રોબેશનર્સ સમક્ષ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રવાહો વિષય ઉપર સંશોધન કરવાના છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક પ્રવાસનધામ તરીકે વિકસી રહ્યું છે અને પ્રવાસીઓમાં આકર્ષણ પણ બની રહ્યું છે ત્યારે આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં જ પહાડોની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી આકાર પામી રહ્યું છે અને થોડાજ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જતા પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાશે ત્યારે હાલ માં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 31મી ઑક્ટોબરે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ થશે.

કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટર માંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવા માં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહીતના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવામાં આવ્યા છે.

આ સાથે સક્કરબાગ ઝૂ અને જુનાગઢ ઝૂ માંથી સિંહ,વાઘ, ચિત્તા સહિતના અન્ય પ્રાણીઓ ધીરે ધીરે લાવવામાં આવશે. જે પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણ જામશે ત્યારે હાલ જે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે જેની દેખરેખ માટે પણ 60થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓના ટ્રેનરો રાખવામાં આવ્યા છે. કેક્ટસ ગાર્ડન સાથે આ બટરફ્લાય પણ નર્મદા વન વિભાગ ગોરા રેન્જ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા હાલ વિકસાવવામાં આવી રહ્યું છે અને જેમાં વિવિધ પ્રજાતિના પતંગિયા પ્રવાસીઓને જોવા મળશે. હાલ આ ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે. 31 ઓક્ટોબરના 5 દિવસ પહેલા આ રંગ બે રંગી પતંગિયા લાવવામાં આવશે. જે અનેરું આકર્ષણ પણ ઉભું કરશે, એટલુંજ નહિ પતંગિયા માટે વિકાસ કેન્દ્ર પણ બનશે જેના માટે તેના ખાસ કેર ટેકર મુકાશે.