આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સરદાર સરોવર અને નર્મદા બંધની ટિકિટમાં પુનઃ ફેરફાર કરવામાં આવતા પ્રવાસીઓ માટે એક રાહત થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ નર્મદા બંધની 5 રૂપિયાની ટિકિટની પ્રથા બંધ કરી દેવામાં આવી હતી. અને 120 ની ટિકિટ ફરજિયાત થઇ હતી જે હવે હટાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને જિલ્લા કલેક્ટરે હાલ માત્ર 50 રૂપિયાની ટિકિટ કરી દીધી છે જેથી પ્રવાસીઓને રાહત થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 2006માં નર્મદા બંધને પ્રવાસન સ્થળ જાહેર કરતા પ્રવાસીઓને નર્મદા બંધ જોવા માટે વ્યક્તિ દીઠ 5 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી જેમાં બાઈકને 50, કારને 100 અને બસ ને 200 રૂપિયા ચૂકવવાના હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 31 ઓક્ટોબર 2018થી નર્મદા બંધની ટિકિટ હટી ને સ્ટેચ્યુની ટિકિટ આવી જેમાં 120 નોર્મલ ટિકિટ અને 380 રૂપિયા સંપૂર્ણ ટિકિટ આવી સ્ટેચ્યુ અંદરના જોવું હોય તો પણ દરેક પ્રવાસીઓએ 120 તો ફરજિયાત ખર્ચવા પડતા હતા. જેમાં પ્રવાસીઓને મનદુઃખ રહેતું હતું.

drda inside meter add

જોકે અત્યાર સુધી 19 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે ત્યારે આગામી સીઝન માટે હવે નર્મદા બંધ અને સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ માટે માત્ર 50 રૂપિયા ચૂકવવા ના રહેશે જેમાં 30 રૂપિયા બસ ટિકિટ એટલે પ્રતિ વ્યક્તિને માત્ર 20 રૂપિયામાં સ્ટેચ્યુ બહારથી, ફ્લાવર ઓફ વેલી અને નર્મદા ડેમ ગ્લાસ કેબીનથી ડેમ જોઈ કેનાલ માર્ગે બહાર નીકળી જશે. આમ પ્રવાસીઓએ એ આ ટિકિટના ભાવથી રાહત મળી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code