આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

જાણીતા અમેરિકન મૅગઝીન ‘ટાઇમ’ (TIME)એ વિશ્વના 100 મહાન સ્થળોને લઈને જાહેર કરેલી યાદીમાં ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પણ સમાવેશ કર્યો છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ બુધવારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર એક સ્ટોરી લિંક શેર કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યુ કે, શાનદાર, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને TIMEએ 100 મહાન સ્થળોની યાદીમાં સામેલ કર્યુ છે. થોડાક દિવસ પહેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ એક દિવસમાં 34,000 લોકોના આવવાનો રેકોર્ડ બનાવ્યો. ખુશી છે કે આ સ્થળ લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે પણ ઊભરી રહ્યું છે.

TIMEની યાદીમાં આ સ્થળો પણ સામેલ

ટાઇમે પોતાની યાદીમાં એવા 100 નવા અને નોંધપાત્ર સ્થળોને સામેલ કર્યા છે, જેનો વહેલી તકે અનુભવ કરવો જોઈએ. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઉપરાંત મુંબઈના ફેશનેબલ સોહો હાઉસને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. તે 11 માળની બિ‍લ્ડિંગ છે, જ્યાંથી અરબ સાગર જોવા મળે છે. તેમાં એક લાઇબ્રેરી, 34 સીટોવાળો એક સિનેમા હોલ અને ખુલ્લી છતમાં બનેલા એક બાર અને પુલ છે. આ ઉપરાંત ટાઇમની યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, ઈજિપ્તની લાલ સાગર પર્વતમાળા, વોશિંગટનનું મ્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીનો ધ શેડ, ભૂટાનની સિક્સ સેન્સિસ હોટલ પણ સામેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code