NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો જાહેર કરી છે. તસવીરોના આધારે નાસાનું કહેવું છે કે, વિક્રમનું ચંદ્રની સપાટી પર લૅન્ડિંગ થયું હતું. એટલે કે વિક્રમે ઘણી વધુ ઝડપે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કર્યુ હતું. નાસાએ વિક્રમની હાલ કોઈ તસવીર જાહેર નથી કરી. પરંતુ તેણે
 
NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો જાહેર કરી છે. તસવીરોના આધારે નાસાનું કહેવું છે કે, વિક્રમનું ચંદ્રની સપાટી પર લૅન્ડિંગ થયું હતું. એટલે કે વિક્રમે ઘણી વધુ ઝડપે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કર્યુ હતું. નાસાએ વિક્રમની હાલ કોઈ તસવીર જાહેર નથી કરી. પરંતુ તેણે ભરોસો વ્યક્ત કર્યો છે કે ઑક્ટોબરમાં તેઓ વધુ તસવીરો જાહેર કરી શકે છે. આ High Resolution Image નાસાના લૂનર ઑર્બિટર કેમેરાથી ખેંચવામાં આવી છે.

નાસાના વૈજ્ઞાનિકો મુજબ, ચંદ્ર પર રાત થઈ ચૂકી છે, તેના કારણે મોટાભાગની સપાટી પર માત્ર પડવાયો જ જોવા મળી રહ્યો છે. એવામાં શક્ય છે કે લૅન્ડર કોઈ પડછાયા અને તડકામાં છુપાઈ ગયું હોય. નાસાનું લૂનર ઓર્બિટર LRO લૅન્ડિંગ સાઇટ ઉપરથી 17 સપ્ટેમ્બરે પસાર થયું અને ત્યાંની અનેક તસવીરો લીધી. પરંતુ તસવીરોમાં ક્યાંય પણ લૅન્ડર વિક્રમ જોવા ન મળ્યું.

NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, જાણો વધુ

નાસાએ કહ્યું છે કે જે સમયે ઑર્બિટર ત્યાં ચક્કર મારી રહ્યું હતું, તે સમયે ત્યાં સાંજ થઈ રહી હતી, જેથી લાંબા પડછાયાના કારણે તસવીરો સ્પષ્ટ નથી આવી. શક્ય છે કે પડછાયામાં લૅન્ડર વિક્રમ છુપાઈ ગયું હોય. નાસાનું કહેવું છે કે ઑક્ટોબરમાં અહીં પ્રકાશ વધશે, જેથી વિક્રમને શોધી શકાશે. કહેવામાં આવી રહ્યું છે કે, 14 ઑક્ટોબરે નાસાનું લૂનર ઑર્બિટર ફરીથી પસાર થઈ શકે છે.

NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, જાણો વધુ

નોંધનીય છે કે, 7 સપ્ટેમ્બરની અડધી રાત્રે 1:50 વાગ્યાની આસપાસ લૅન્ડર વિક્રમનો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પહોંચતા પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ચંદ્ર પર સૂરજો પ્રકાશ પડવાની શરૂઆત થઈ હતી. અહીં આપને જણાવી દઈએ કે ચંદ્ર પર એક દિવસ એટલે સૂરજનો પ્રકાશવાળો સમય પૃથ્વીના 14 દિવસો જેટલો હોય છે. એવામાં 7 તારીખ બાદથી 14 દિવસ સુધી એટલે કે 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર પર કાળી રાત થઈ ગઈ છે.

NASAએ જાહેર કરી વિક્રમની લૅન્ડિંગ સાઇટની તસવીરો, જાણો વધુ