NASAએ ભારતના ‘મિશન શક્તિ’ને ખૂબ જ ભયાનક ગણાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ છે. નાસા એ ભારતના મિશનને ખૂબ જ ‘ભયાનક’ ગણાવતા કહ્યું કે તેના લીધે અંતરિક્ષની કક્ષામાં અંદાજે 400 કાટમાળના ટુકદા પડ્યા છે. નાસાના મતે આનાથી આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષ પેસેન્જર્સ માટે
 
NASAએ ભારતના ‘મિશન શક્તિ’ને ખૂબ જ ભયાનક ગણાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ છે. નાસા એ ભારતના મિશનને ખૂબ જ ‘ભયાનક’ ગણાવતા કહ્યું કે તેના લીધે અંતરિક્ષની કક્ષામાં અંદાજે 400 કાટમાળના ટુકદા પડ્યા છે. નાસાના મતે આનાથી આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષ પેસેન્જર્સ માટે નવો ખતરો ઉભો થઇ ગયો છે. નાસાની તરફથી આ વાત તેમના પ્રમુખ જિમ બ્રિડનેસ્ટાઇને કહી હતી.

ભારતે પૃથ્વીની નીચલી કક્ષામાં 300 કિલોમીટરની રેન્જ પર હાજર એક સેટેલાઇટ તોડી પાડ્યું હતું. તેની માહિતી ખુદ પી.એમ. મોદીએ આપી હતી. તેમણે દેશના નામે સંબોધન આપતા કહ્યું હતું કે, આમ કરીને ભારતે સ્પેસ પાવર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતની આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ટેસ્ટને ચિર-પ્રતિદ્વંદીઓ પાકિસ્તાન અને ચીન માટે કડક સંદેશ મનાતો હતો.

બ્રિડેનસ્ટાઇનના મતે તમામ ટુકડા એટલા મોટા નથી જેને ટ્રેક કરી શકાય. તેમણે કહ્યું કે અમારી તેના પર નજર છે. મોટા ટુકડા ટ્રેક થઇ રહ્યા છે. અમે લોકો 10 સેન્ટીમીટરથી મોટા ટુકડાની વાત કરી રહ્યા છીએ. આવા અત્યાર સુધી 60 ટુકડા મળ્યા છે. આ ટેસ્ટ આઇએસએસ સહિત કક્ષામાં હાજર બાકી તમામ સેટેલાઇટથી નીચે કરાયો હતો. પરંતુ હવે તેના અંદાજે 24 ટુકડા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઉપર જતા રહ્યા છે.

નાસા ચીફે આગળ કહ્યું કે આ, ખૂબ જ ભયાનક છે કે એવું કામ કરાયું જેના લીધે કાટમાળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર જઇ રહ્યો છે. આવી ગતિવિધિઓના લીધે ભવિષ્યમાં માનવને અંતરિક્ષમાં મોકલવા મુશ્કેલ થઇ જશે. તેઓ અહીંથો રોકાયા નહીં. આવા ટેસ્ટ તેમને સ્વીકાર્ય નથી અને નાસા તેની અસરને બિલકુલ સ્પષ્ટ બતાવા માંગે છે.

હાલ યુએસ મિલિટ્રી હાલ એવા 23000 ઓબ્જેક્ટ પર નજર રાખી રહ્યું છે જેની સાઇઝ 10 સેન્ટીમીટરથી વધુ છે. તેમાં 10000 ટુકડા અંતરિક્ષ કાટમાળના પણ છે. તેમાંથી 3000 ટુકડા માત્ર ચીન દ્વારા 2007માં કરાયેલા આવા જ પ્રયોગોના લીધે ફેલાયા હતા. હવે ભારત દ્વારા ટેસ્ટ કરાયા બાદ કાટમાળ સ્પેસ સ્ટેશન સાથે ટકરાવાના ચાન્સ 44 ટકા વધી ગયા છે. જેમ-જેમ કાટમાળ વાયુમંડળમાં પ્રવેશ કરશે તેમ-તેમ ખતરો ઓછો થઇ જશે.