આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકન બજારમાં ઉથલ-પુથલ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેડરલ રિઝર્વ પર હુમલાની વચ્ચે ભારતીય શેર બજારમાં પણ ભાગદોડ મચી છે. ક્રિસમસની રજાના આગલા દિવસે શરૂઆતી કારોબારમાં સેંસેક્સ 290 અંક તૂટી ગયો. જ્યારે નિફ્ટીમાં પણ 85 અંકો સુધીનો ઘટાડો નોંધાયો છે. સવારે 9.30 વાગ્યો સેંસેક્સ 270.22ના ઘટાડા સાથે 35199.93ના સ્તર પર કારોબાર કરી રહ્યુ હતુ. જ્યારે નિફ્ટી 82 અંક તૂટીને 10583ના સ્તર પર આવી ગયુ.
મુંબઈ સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરો પર આધારિત સંવેદી સૂંચકાંક સેંસેક્સ સોમવારે સવારે 117.59 અંકોની મજબૂતી સાથે 35859.66 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના 50 શેરો પર આધારિત સંવેદી સૂંચકાંક નિફ્ટી 26.9 અંકોના વધારા સાથે 10780.90 પર ખુલ્યો હતો.
બુધવારે ડૉલરની સરખામણીમાં રૂપિયાની શરૂઆત વધારા સાથે થઈ. રૂપિયો 26 પૈસાના વધારા સાથે 69.88ના સ્તર પર ખુલ્યો. તે અગાઉ રૂપિયો છેલ્લાં કારોબારી સત્રમાં 2 પૈસાના નજીવા વધારા સાથે 70.14ના સ્તર પર બંધ થયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code