આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર

રાષ્ટ્રીય બાળ દિવસ અંતગર્ત બનાસકાંઠા જીલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા ઘ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળ વિકાસ યોજના અંતગર્ત જીલ્લા પ્રોગ્રામ યોજનાના શ્રીમાળી શ્રવણપ્રસાદ અને સીડીપીઓ સેગલ સરોજબેન ઘ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાયુ હતુ. રેલીમાં કિશોરીઓ તેમજ આઇસીડીએસ સુપરવાઇઝર બહેનો સહિત આઇસીડીએસનો સ્ટાફ જોડાયો હતો. રેલી ઘ્વારા જાતિ દર ઓછો હોવાથી ગ્રામ્ય સ્તરે “બેટી બચાવો” સહિતની બાબતોમાં જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. વધુમાં બાળ દિવસે જે બાળકીનો જન્મ થયો હોય તે દિકરીના ફુલ ઘ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code