નેશનલ હેરાલ્ડ હાઉસ બે અઠવાડીયામાં ખાલી કરવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

અટલ સમાચાર,ડેસ્ક નેશનલ હેરાલ્ડ કૌભાંડ કેસમાં પહેલેથી જ જમાનત પર છૂટેલા સોનિયા-રાહુલ માટે કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. દિલ્લી ખાતેના નેશનલ હેરાલ્ડ ઓફીસને કેન્દ્ર સરકારે 30 ઓક્ટોબરે ખાલી કરવા જણાવ્યું હતું.જેની સામે નેશનલ હેરાલ્ડની માલિકીની કંપની એસોસિયેશટ જનરલે દિલ્લી હાઇકોર્ટેમાં કેન્દ્ર સરકારની નોટિસ પડકારી હતી.જોકે કોર્ટે તેમની અરજી ફગાવતા બે અઠવાડિયામાં ઓફીસ ખાલી
 
નેશનલ હેરાલ્ડ હાઉસ બે અઠવાડીયામાં ખાલી કરવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

અટલ સમાચાર,ડેસ્ક

 

નેશનલ હેરાલ્ડ કૌભાંડ કેસમાં પહેલેથી જ જમાનત પર છૂટેલા સોનિયા-રાહુલ માટે કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. દિલ્લી ખાતેના નેશનલ હેરાલ્ડ ઓફીસને કેન્દ્ર સરકારે 30 ઓક્ટોબરે ખાલી કરવા જણાવ્યું હતું.જેની સામે નેશનલ હેરાલ્ડની માલિકીની કંપની એસોસિયેશટ જનરલે દિલ્લી હાઇકોર્ટેમાં કેન્દ્ર સરકારની નોટિસ પડકારી હતી.જોકે કોર્ટે તેમની અરજી ફગાવતા બે અઠવાડિયામાં ઓફીસ ખાલી કરવા જણાવ્યું છે.

વર્ષો અગાઉ એસોસિયેશટ જનરલ લિ. હેઠળ નેશનલ હેરાલ્ડ નામનું અખબાર શરૂ કરવામાં આવ્યું હતું, આ કંપની પાસે દેશભરમાં 5000 કરોડની સંપત્તિ હતી. જેને 2010 માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા 5 લાખના રોકાણ સાથે શરૂ કરવામાં આવેલ યંગ ઈન્ડિયન કંપનીએ ચાલાકીથી પોતાના નામે કરી લીધી હોવાને લઇ આક્ષેપ ત્યારબાદ મામલો કોર્ટ સુધી પંહોચી ગયો છે. જેની વારંવારની સુનાવણી અને નિર્ણયમાં નવો વળાંક આવ્યો છે. કંપનીની અરજી ફગાવતા હાઇકોર્ટે બે અઠવાડીયામાં નેશનલ હેરાલ્ડને ઓફીસ ખાલી કરવાનું જણાવતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

ઉલ્લેખનિય છે કે,નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સોનિયા અને રાહુલ ગાંધીને આ કૌભાંડમાં આરોપી માન્યા છે. જેલ જતા બચવા માટે સોનિયા-રાહુલે જમાનત અરજી કરી હતી. જે બાદ 50,000 નો બોન્ડ ભર્યા બાદ તેમને જમાનત મળી હતી.