દુર્ઘટના@દેશ: જાનની બસ પર હાઈટેન્શન વાયર પડતા 10 લોકોના મોત, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

બસમાં કુલ 38 લોકો મુસાફરી કરી રહ્યા હતા
 
ઘણા લોકો દાઝી ગયા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

દેશમાં દુર્ઘટનાના બનાવો  ખુબજ વધી ગયા છે. દરરોજ ભયાનક દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  ઉત્તર પ્રદેશના ખૈરમુલીમાં એક મોટી બસ અકસ્માત સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ પર હાઈ ટેન્શન વાયર તૂટીને પડ્યો હતો. આ બસમાં મુસાફરી કરી રહેલા લગભગ 10 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી પરંતુ, અધિકારીઓ ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બસમાં લગ્નના મહેમાનો હતા, એટલે કે જાનની બસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં કુલ 38 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 10 મોતનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. જો કે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. બસ મઉથી ગાજીપુર જઈ રહી હતી ત્યારે મરદહ વિસ્તારમાં પહોંચતા જ અકસ્માતનો ભોગ બની છે. વયર અડી જતા બસમાં કરંટ ફેલાઈ ગયો હતો.

બસ પર હાઈટેન્શન વાયર અડતા જ બસમાં આગ લાગી હતી. બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને લોકો બહાર આવે ત્યાં સુધીમાં ઘણા લોકો દાઝી ગયા હતા.