રોજગાર@દેશ: એન્જિનિયરો માટે સરકારી નોકરીના દ્વાર ખુલ્યા! જુનિયર ઇજનેરની 1324 જગ્યાની ભરતી

આ ભરતીમાં જુનિયર એન્જિનિયરોના કુલ 1324 ખાલી પદો પર ભરતી કરવામાં આવી રહી છે. 
 
રોજગાર@દેશ: એન્જિનિયરો માટે સરકારી નોકરીના દ્વાર ખુલ્યા! જુનિયર ઇજનેરની 1324 જગ્યાની ભરતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નોકરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર  સામે આવ્યા છે.જુનિયર એન્જિનિયરો  માટે મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે.1324  જગ્યાઓ પર ભરતી કરવાંમાં આવી છે,તો જલદીથી અપ્લાય કરીને ફોર્મ ભારવી દેવા.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એન્જિનિયરો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 26 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2023 છે.આ ભરતીમાં જુનિયર એન્જિનિયરોના કુલ 1324 ખાલી પદો પર ભરતી કરવામાં આવી રહી છે. લાયકાતની વાત કરીએ તો અરજી કરવા માટે ઉમેદવારોએ બેચલર ઓફ એન્જીનીયરીંગ (B.E) અથવા બેચલર ઓફ ટેક્નોલોજી (B.Tech) અથવા ડિપ્લોમા (Diploma) સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 35,400 થી લઇને 1,12,400 સુધીનો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે. ત્યાર બાદ પુરાવાઓની ચકાસણી અને તબીબી પરિક્ષણ પર કરવાનું રહેશે.

વયમર્યાદા

આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે જેના વિશે તમે ઉપરોક્ત નોટિફિકેશનમાં જોઇ શકો છો

આ રીતે કરો અરજી

  • સૌ પ્રથમ SSC JE ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/પર જાઓ
  • હવે "Register Now" ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે સામે આપેલ "Apply" ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.