ઘટના@દેશ: શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝ્યા

 ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ
 
શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી  હોય છે. રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી, હાલમાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. આસપાસના લોકો ગભરાટમાં છે. હાલ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.