દુર્ઘટના@દેશ: ભયાનક માર્ગ અકસ્માતમાં 15 વિદ્યાર્થીના મોતની આશંકા, જાણો એક જ ક્લિકે
Dec 21, 2022, 16:54 IST

અટલ સમાચાર, ડેસ્ક
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક શાળાના વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે બસ સવારો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને ટૂર પર લઈ જતા સમયે આ અકસ્માત થયો હતો.
Manipur | Many feared injured after two school buses carrying students met with an accident in Khoupum of Noney district. The students were going on a study tour. More details awaited.
— ANI (@ANI) December 21, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત વિષ્ણુપુર-ખોપમ રોડ પર લોંગસાઈ તુબુંગ ગામ પાસે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. હાલ અકસ્માતમાં મૃત્યુઆંક સ્પષ્ટ થયો નથી. બે બસ થંબલાનુ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રવાસ પર લઈ જઈ રહી હતી.