દુર્ઘટના@થાણે: સમૃદ્ધિ હાઈવે પર અચાનક ક્રેન તૂટતાં 16નાં મોત, મચી ગઇ દોડધામ, હાહાકારની સ્થિતિ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં એક ભયાનક દૂર્ઘટના થાણેમાં બની છે,ક્રેન તૂટતા કેટલાક લોકો ઘાયલ તો કેટલાક લોકોના મોત નીપજ્ય છે.નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની બે ટીમો અત્યાર સુધીમાં 15 મૃતદેહોને બહાર કાઢવામાં સફળ રહી છે. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં શાહપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર ક્રેન તૂટી પડતાં મંગળવારે વહેલી સવારે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં.જ્યારે આ ઘટના બની ત્યારે હાઇવે પર પુલ બનાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની બે ટીમો અત્યાર સુધીમાં 15 મૃતદેહોને બહાર કાઢવામાં સફળ રહી છે. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઓછામાં ઓછા છ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈથી આશરે 80 કિલોમીટર દૂર શાહપુર તાલુકાના સરલાંબે ગામ પાસે અડધી રાત્રે 12 વાગ્યે ઘટના ઘટી હતી. જે ક્રેઇ ધરાશાયી થઇ તે એક વિશેષ પ્રયોજનવાળી મોબાઇલ ગ્રેન્ટી ક્રેન હતી. જેનો ઉપયોગ પુલ નિર્માણ અને રાજમાર્ગ નિર્માણ પરિયોજનાઓમાં પ્રીકાસ્ટ બોક્સ ગર્ડર્સ સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. ઘટનાના તરત બાજ પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથધરી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કાટમાળમાં વધારે લોકો ફસાયાની આશંકા છે. ઘટનાસ્થળ પર બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એમએસઆરડીસી મંત્રી દાદા ભુસેએ મંગળવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓ પ્રમાણે કાટમાળમાં ઓછામાં ઓછા છ લોકો ફસાયાની આશંકા છે.સમૃદ્ધિ હાઇવે જેનું નામ હિંદુ હૃદયસમ્રાટ બાબાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ હાઇવે છે. જે મુંબઇને નાગપુરને જોડનારો 701 કિલોમીટર લાંબો હાઈવે છે.