દુર્ઘટના@દેશ: ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 18 લોકોના મોત
જ્યારે 30 ઘાયલ થયા છે
Jul 10, 2024, 08:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે. યુપીના ઉન્નાવમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોનાં મોત થયા છે જ્યારે 30 ઘાયલ થયા છે. મૃતકોમાં 14 પુરૂષ, 2 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થયો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ટક્કર મારતાં પલટી મારી ગઈ હતી અને ખરાબ રીતે નુકસાન થયું હતું. ડીએમ અને એસપી સ્થળ પર હાજર છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના સવારે 4.30 વાગ્યે બાંગરમાઉ કોતવાલી પાસે બની હતી. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલની બહાર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે.