દુર્ઘટના@દેશ: નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 2 બસો ત્રિશૂલી નદીમાં ખાબકી

2 બસો ત્રિશૂલી નદીમાં ખાબકી 
 
દુર્ઘટના@દેશ: નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 2 બસો ત્રિશૂલી નદીમાં ખાબકી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે.  નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઇવે પર ભૂસ્ખલન થતાં બે બસો ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

દુર્ઘટના બાદ લગભગ 60 લોકો ગુમ છે. નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ અનુસાર, બસ ડ્રાઇવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન-આશ્રિત હાઇવે પર સવારે 3.30 વાગ્યે થયો હતો. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્દ્રદેવ યાદવે ANIને જણાવ્યું હતું કે, "પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત બંને બસમાં કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ભૂસ્ખલનમાં બસો તણાઈ ગઈ હતી. અમે ઘટના સ્થળે છીએ અને સતત વરસાદમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.