શર્મસાર@ઉત્તરપ્રદેશ: 2 દીકરીઓને ઘરમાંથી લઈ ગયા અને... દુષ્કર્મ-હત્યા કેસમાં 4ની ધરપકડ, માતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

મારી દીકરીઓને ખેંચીને લઈ ગયા, પછી મારીને લટકાવી દીધી, મને મારી દીકરીઓ પાછી અપાવી દો: મૃતકોની માતા 
 
UP News

અટલ સમાચાર, ડેસ્ક 

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે.  લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. લખીમપુર ખેરીના એડિશનલ એસપી અરુણ કુમાર સિંહના જણાવ્યા અનુસાર લખીમપુર ઘટનામાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં એક નામ અને ત્રણ અજાણ્યા આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

મૃતક દીકરીઓની માતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ 

છોકરીઓની માતાએ મીડિયા અને પોલીસને જણાવ્યું કે,  આરોપીઓ તેમની દીકરીઓને બળજબરીથી મોટરસાઈકલ પર લઈ ગયા. બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેની સાથે મારપીટ કરી. પરિવારજનો અને ગ્રામજનોએ બાદમાં છોકરીઓની શોધખોળ કરી અને તેમની લાશ ઝાડ પર લટકતી મળી આવી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેમની હત્યા કરવામાં આવી. આરોપીઓ પર હત્યા અને બળાત્કાર સંબંધિત IPC કલમો અને POCSO હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.


લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.  છોકરીઓ તેમના પોતાના દુપટ્ટા પર લટકતી જોવા મળી હતી અને તેમના પર કોઈ ઈજાના નિશાન નથી. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે. બુધવારે મોડી રાત્રે ગ્રામજનો અને પરિવારજનોએ હોબાળો અને વિરોધ પણ કર્યો હતો. ગ્રામજનો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.